IND vs AUSની પહેલી મેચમાં એશિયા કપના હીરો પાસે મોટી સિદ્ધિ મેળવવાની તક, સૂર્યાની કરશે બરાબરી

Rudra
By Rudra 2 Min Read

IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 29 ઓક્ટોબરથી 5 મેચની ટી20i સીરિઝની શરૂઆત થશે. આ સીરિઝમાં સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ અને અભિષેક શર્મા અને તિલક વર્મા જેવા સ્ટાર બેટ્સમેનો ઓસ્ટ્રેલિયાની ધરતી પર પોતાની ઝલવો બતાવતા નજરે પડશે. સીરિઝની પહેલી મેચ કેનબરામાં રમાશે. જ્યાં ટીમ ઇન્ડિયાની યુવા બેટ્સમેન તિલક વર્મા પાસે એક ખાસ ઉપલબ્ધિ મેળવવાની તક હશે.

વાસ્તવમાં તિલક વર્મા ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરવા ખૂબ નજીક છે. તિલકે અત્યાર સુધી 32 T20 આંતરરાષ્ટ્રીય મેચોની 30 ઇનિંગમાં 962 રન બનાવ્યા છે અને તેમને 1000 T20I રન પૂરા કરવા માટે માત્ર 38 રનની જરૂર છે.

તિલક વર્મા ખાસ મુકામથી 38 રન દૂર

જો તિલક આ સિદ્ધિ હાંસલ કરે છે, તો તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1000 રન પૂરા કરનાર 12મા ભારતીય બેટ્સમેન બનશે. આ યાદીમાં પહેલેથી જ વિરાટ કોહલી, રોહિત શર્મા અને સુર્યકુમાર યાદવ જેવા દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ થાય છે. ભારત તરફથી અત્યાર સુધી રોહિત શર્મા, વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, કે.એલ. રાહુલ, હાર્દિક પંડ્યા, શિખર ધવન, એમ.એસ. ધોની, સુરેશ રૈના, ઋષભ પંત, યુવરાજ સિંહ અને શ્રેયસ અય્યર આ કારનામું કરી ચૂક્યા છે.

સુર્યકુમાર યાદવની બરાબરી કરવાનો મોકો

જો તિલક વર્મા ઓસ્ટ્રેલિયા સામેની T20I સીરિઝના પ્રથમ જ મેચમાં 38 રન બનાવીને 1000 રનનો આંકડો સ્પર્શી લે છે, તો તે ભારત તરફથી T20I ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન પૂરા કરનાર સંયુક્ત રીતે ત્રીજો ભારતીય બેટ્સમેન બની જશે. આ મામલામાં પહેલા સ્થાને વિરાટ કોહલી, બીજા સ્થાને કે.એલ. રાહુલ અને ત્રીજા સ્થાને કપ્તાન સુર્યકુમાર યાદવ છે.

T20I ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ભારતીય બેટ્સમેન

વિરાટ કોહલી – 27 ઇનિંગ
કે.એલ. રાહુલ – 29 ઇનિંગ
સુર્યકુમાર યાદવ – 31 ઇનિંગ
રોહિત શર્મા – 40 ઇનિંગ

ઓસ્ટ્રેલિયા સામેની T20I સીરિઝ માટે ટીમ ઈન્ડિયાનો સ્ક્વાડ

સુર્યકુમાર યાદવ (કપ્તાન), શુભમન ગિલ (ઉપ-કપ્તાન), જિતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, નીતિષ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, રિંકુ સિંહ અને વોશિંગ્ટન સુંદર.

Share This Article