ભારત : ટૂંકા મોબાઈલ વીડિયો માટે વિશ્વના અગ્રણી પ્લેટફોર્મ ટિકટોકે તેના વૈશ્વિક ઈન-એપ ટ્રાવેલ #TikTokTravel ની ભારતીય આવૃત્તિ રજૂ કરવાની જાહેરાત કરી છે. સ્થાનિક ઈન-એપ અભિયાન #YehMeraIndia ટિકટોક વપરાશકારોને વિશ્વ સાથે તેમની પ્રવાસ ક્ષણો શૅર કરવા આમંત્રણ આપીને ભારતને એક મહત્વના વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે દર્શાવશે.
આ અભિયાનના ભાગરૂપે કેરળ પ્રવાસન (@KeralaTourism)એ ટિકટોક પર તેનું સત્તાવાર એકાઉન્ટ શરૂ કર્યું છે અને રાજ્યના પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરશે.
‘ટિકટોક પર સૌપ્રથમ રાજ્ય પ્રવાસન બોર્ડમાંના એક બનતાં અને #TikTokTravel અને #YehMeraIndia નો ભાગ બનતાં અમે ખૂબ જ રોમાંચિત છીએ. અમે ખરેખર માનીએ છીએ કે ટિકટોક એક પ્લેટફોર્મ તરીકે અસરકારક રીતે અમને કેરળને ભારતમાં એક આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે રજૂ કરવામાં મદદરૂપ થશે. કેરળના પ્રવાસ હેશટેગ્સને ટિકટોક પર લાભો વ્યૂઝ મળ્યા છે તે ઘણું જ પ્રોત્સાહનજનક છે. અમારા માટે ટિકટોક પ્રવાસ શરૂ કરવા માટે આનાથી વધુ સારો બીજો કોઈ સમય ન હોઈ શકે. ટિકટોકની વૈશ્વિક પહોંચ અમને વિશ્વભરમાં કેરળના અસંખ્ય પ્રવાસન સ્થળો દર્શાવવાની છૂટ આપે છે અને અમને આશા છે કે લોકો આ ટિકટોક વિડિઓઝ જોયા અને શેર કર્યા પછી તમામ અદ્ભુત સ્થળોનો અનુભવ કરવા રાજ્યની મુલાકાત લેશે,’ તેમ કેરળ પ્રવાસનના ડિરેક્ટર, આઈએએસ પી. બાલા કિરણે જણાવ્યું હતું.
ટિકટોક સાથે પ્રવાસનઃ
ટિકટોક વિશ્વસનીય પ્રવાસન ક્ષણો દર્શાવવા માટેનું લોકપ્રિય માધ્યમ બની રહ્યું છે, જ્યાં #travel હેશટેગ હેઠળ ૪,૦૦,૦૦૦થી વધુ અને કુલ ૧.૭ અબજથી વધુ વીડિયો શૅર થઈ રહ્યા છે. આ વીડિયોમાં વિવિધ રીતે પ્રકૃતિ સાથે સંપર્કમાં આવનારા સર્જકોની શ્રૃંખલાથી લઈને સ્ટ્રીટ ફૂડનો સ્વાદ માણતા વિવિધ સંસ્કૃતિના લોકોથી લઈને વિશિષ્ટ સ્થાનિક અનુભવોમાં તેમના વીડિયો શૅરિંગનો સમાવેસ થાય છે. ભારતમાં સૌથી વધુ જોવાયા હોય તેવા કેટલાક ભારતીય પ્રવાસ સ્થળો નીચે મુજબ છે.
૧. #TajMahal ૭.૯૨ કરોડ વ્યૂ
૨. #GoldenTemple – ૬.૭૬ કરોડ વ્યૂ
૩. #Himalaya – ૨.૨૬ કરોડ વ્યૂ
૪. #redfort – ૧.૩૬ કરોડ વ્યૂ
૫. #GateWayofIndia – ૯૦ લાખ વ્યૂ
‘ભારતમાં અમારું ટિકટોક ટ્રાવેલ અભિયાન લોન્ચ કરતા અમે ખૂબ જ રોમાંચિત છીએ, જેનો આશય પ્રવાસીઓને દેશમાંના અત્યંત સુંદર પ્રાકૃતિક સ્થળો, રંગબેરંગી સંસ્કૃતિ અને અવર્ણનીય અનુભવો અને ક્ષણો રજૂ કરવા સક્ષમ બનાવવાનો છે. અમને આશા છે કે તે વધુ ને વધુ લોકોને તેમની બેગ પેક કરીને દેશના અદ્ભૂત સ્થળોની મૂલાકાત લેવા પ્રોત્સાહિત કરશે અને આ રીતે તેઓ માત્ર દેશને વધુ સારી રીતે જાણી જ નહીં શકે, પરંતુ તેમની માનસિક ક્ષિતિજ પણ વ્યાપક બનશે,’ તેમ ટિકટોક (ઈન્ડિયા)ના સેલ્સ અને પાર્ટનરશિપ્સના ડિરેક્ટર સચિન શર્માએ જણાવ્યું હતું. ‘ટિકટોકની ભાવનાને સ્વીકારતાં #TikTokTravel અભિયાન બધી જ સરહદો અને વૈવિધ્યતાની ઊજવણી કરે છે. આ અભિયાન મારફત ભારતમાં ૨૦ કરોડથી વધુ વપરાશકારોની અમારી કોમ્યુનિટી દ્વારા જોવામાં અને અનુભવવામાં આવતી વિવિધ પ્રવાસન ક્ષણો માટે ટિકટોક ગો-ટુ ડેસ્ટિનેશન બનવા તરફ અમારી નજર છે.’
ટિકટોક વપરાશકારને તેમની મોબાઈલ ડિવાઈસીસ મારફત વપરાશમાં સરળ ટૂલ્સની ઉપલબ્ધતા અને અત્યાધુનિક ટેક્નોલોજી સાથે તેમની પસંદગીની પ્રવાસન ક્ષણોને કેપ્ચર કરવા સક્ષમ બનાવે છે. ટિકટોકની ઈન્ટેલિજન્ટ ડિસ્કવરી પ્રક્રિયા અને અનુકૂળ વપરાશકર્તા પસંદગીઓ દેશનું સૌંદર્ય રજૂ કરે છે અને તે રજૂ કરવામાં અને ફરીથી શોધવામાં મદદરૂપ થાય છે. તાજેતરમાં ટિકટોકે ફરી એકવખત આઈઓએસ પર નંબર-૧ ફ્રી એપ તરીકે સ્થાન મેળવ્યું છે અને ગૂગલ પ્લે સ્ટોર પર સોશિયલ કેટેગરીમાં ટોચની ફ્રી એપ બની છે.
ટિકટોક પર પ્રવાસન સ્થળો અને ક્ષણો સર્જવા, શૅર કરવા અને શોધવા માટે તૈયાર છો? iOS અને Google Play પરથી TikTok ડાઉનલોડ કરો.