નવી દિલ્હી : વિડિયો એપ ટિકટોક પર ભારતમાં પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ તેમની કંપનીને દરરોજ પાંચ લાખ ડોલર એટલે કે આશરે ૩.૫ કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. ટિકટોક એપના ડેવલપર ચીનની કંપની બાઇટ ડાન્સ ટેકનોલોજી છે. સમાચાર સંસ્થાના કહેવા મુજબ બેજિંગ સ્થિત આ કંપનીએ કહ્યું છે કે, ભારતમાં પ્રતિબંધ મુકવાના કારણે તેને દરરોજ નુકસાન થઇ રહ્યું છે. નુકસાનની ભરપાઈ કરવા માટે ૨૫૦ કંપનીઓને છુટા કરવામાં આવી ચુક્યા છે. બાઈટ ડાન્સે ચીનની કોર્ટમાં આ મુજબની માહિતી આપી છે. ટિકટોક દુનિયામાં લોકપ્રિય નાના વિડિયો શેર કરનાર પ્લેટફોર્મ પૈકી એક છે. આ એપમાં વિડિયો બનાવવા માટે સ્પેશિયલ ઇફેક્ટની સુવિધા ઉભી કરવામાં આવી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, ભારતમાં આશરે ત્રણ કરોડ યુઝર ટિકટોક એપ ડાઉનલોડ કરી શકે છે જ્યારે દુનિયાભરમાં તેના એક અબજ યુઝર રહેલા છે.
બાઇટ ડાન્સનું કહેવું છે કે, ભારતમાં પ્રતિબંધ આવવાના કારણે તેને ભારે નુકસાન થઇ રહ્યું છે. જો કે, આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તે ભારતમાં પોતાના વિસ્તાર માટેની યોજના બનાવી રહી હતી. અલબત્ત ટિકટોકની ગ્લોબલ પÂબ્લક પોલીસી ડિરેક્ટર હેલાના લર્સે બિઝનેસ અખબારને આપેલી મુલાકાતમાં કહ્યું છે કે, કંપની ભારતીય યુઝર પર જંગી ખર્ચ કરે છે. એક પ્રશ્નના જવાબમાં કહેવામાં આવ્યું છે કે, ૨૦૧૯ના અંત સુધીમાં ભારતમાં ટિકટોકના એક હજાર કર્મચારીઓ કામ કરતા થઇ જશે જેમાંથી ૨૫ ટકા એટલે કે ૨૫૦ કર્મચારીઓ માત્ર કન્ટેઇન્ટ મોડરેશનમાં લાગેલા છે.
ટિકટોક પર અશ્લિલ વિડિયોની ભરમાર હોવાના કારણે મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેંચે ૧૩મી એપ્રિલના દિવસે કેન્દ્ર સરકારને ટિકટોકના ડાઉનલોડ ઉપર પ્રતિબંધ મુકવાના આદેશ કર્યા હતા. કેન્દ્ર સરકારને આ મુજબના આદેશ કરવામાં આવ્યા બાદ તેના ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ટિકટોક પર બનેલા વિડિયોને રજૂ ન કરવા માટે મિડિયાને પણ કઠોર આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારત સરકારે કઠોર પગલા લીધા હતા. ભારત સરકારના નિર્દેશ બાદ હવે ટિકટોકને ગુગલ પ્લે સ્ટોર અને એપલના એપ સ્ટોરથી દૂર કરી દેવાનો નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. આગામી દિવસોમાં આને લઇને કેટલીક નવી બાબતો સપાટી ઉપર આવી શકે છે. તેના યુઝર્સની સંખ્યા અબજામાં પહોંચી ચુકી છે.