ટાઇગર -દિશા પટણી વચ્ચેના સંબંધ મજબુત બન્યા – રિપોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: ટાઇગર શ્રોફ અને દિશા પટણી વચ્ચેના સંબંધો દિન પ્રતિદિન વધુને વધુ મજબુત થઇ રહ્યા છે. દિશા પટણી પણ ટાઇગર સાથેના સંબંધોને લઇને વધુને વધુ ગંભીર બની રહી છે. હાલમાં બંને મોટા ભાગે સાથે નજરે પડી રહ્યા છે. બાગી-૨ ફિલ્મને બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મળ્યા બાદ તેમની વચ્ચેની મિત્રતા નવી ઉંચી સપાટી પર પહોંચી ગઇ છે. ટાઇગર હાલમાં તેના ગુરૂ રિતિક રોશનની સાથે પણ એક ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જેમાં તેમની સાથે વાણી કપુર કામ કરી રહી છે.

વિતેલા વર્ષોના સ્ટાર અભિનેતા જેકી શ્રોફના પુત્ર ટાઇગરે હિરોપંતિ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. તેને એક કુશળ એક્શન સ્ટાર તરીકે ગણવામાં આવે છે. તેની છેલ્લે બાગી-૨ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા હાસલ કરી ગઇ હતી. તે કેટલીક ફિલ્મો હાથમાં ધરાવે છે. જેમાં સ્ટુડન્ટ ઓફ ધ યરની બીજી ફિલ્મનો સમાવેશ થાય છે. જેમાં તે મુખ્ય રોલમાં છે. આ ઉપરાંત તેની પાસે કેટલાક મોટા બજેટની ફિલ્મો છે. જો કે તેની સૌથી મોટી ફિલ્મ તો રિતિક રોશન સાથે રહેનાર છે. જેમાં દિલધડક એક્શન સીન રાખવામાં આવનાર છે. ફિલ્મના એક્શન સીન માટે હોલિવુડમાંથી લોકોને બોલાવવામાં આવી રહ્યા છે.

બીજી બાજુ દિશાને પણ હવે મોટી ફિલ્મ મળી રહી છે. હાલમાં તેને એક મોટી ફિલ્મ હાથ લાગી છે. તે બોલિવુડના સુલ્તાન તરીકે ગણાતા સલમાન ખાનની ભારત ફિલ્મ મેળવી ચુકી છે. જેમાં તે સલમાન સાથે દેખાશે. દિશાની કેરિયર ભારત ફિલ્મના કારણે વધારે ઝડપી બની શકે છે. ટાઇગર શ્રોફ અને દિશા પહેલા બોલિવુડ કેરિયર પર ધ્યાન આપી રહ્યા છે. બંને સમય કાઢીને કેટલીક વખત સાથે સમય પણ ગાળી રહ્યા છે. જો કે પ્રેમ સંબંધ હવે જગજાહેર થઇ ગયા છે. બંનેની જોડી ફરી સાથે ચમકાવવાની તૈયારી પણ હાથ ધરાઇ છે.

Share This Article