દિશા ટાઇગરના પરિવારને પણ ખુબ પસંદ : અહેવાલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ :  ટાઇગર શ્રોફ અને દિશા પટની વચ્ચે પ્રેમ સંબંધને લઇને છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે. જા કે બાગી-૨ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહ્યા બાદ તેમના સંબંધોને લઇને ગરમી વધી ગઇ છે. બન્નેની જાડીને તમામ ચાહકોએ ખુબ પસંદ કરી હતી. બીજી બાજુ જેકીના પરિવારના સભ્યોને દિશાને લઇને કોઇ વાંધો નથી. એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે ટાઇગર અને દિશા એક સાથે રહેવા પણ જઇ રહ્યા છે. જા કે ટાઇગર અને દિશા દ્વારા આ સંબંધમાં કોઇ વાત કરવામાં આવી નથી. જા કે જુદા જુદા પ્રસંગે બન્નેના ફોટો સાથે સપાટી પર આવતા રહે છે.

ભારે પ્રેમ સંબંધને લઇને શરૂ થયા બાદ હવે નવી નવી વિગતો ખુલી રહી છે. બીજી બાજુ પ્રેમ સંબંધના હેવાલ આવ્યા બાદ પિતા અને વિતેલા વર્ષોના સ્ટાર અભિનેતા જેકી શ્રોફે પોતાની પ્રતિક્રિયા આપી છે. જેકીએ કહ્યુ છે કે ટાઇગર હજુ બાળક તરીકે છે. બીજી બાજુ ટાઇગરની માતા આઇશાએ ટાઇગર અને દિશાના પ્રેમ સંબંધને લઇને કરવામાં આવી રહેલી અટકળો વચ્ચે કહ્યુ છે કે ટાઇગર મોટા ભાગે તેમની સાથે જ રહે છે. જેકીએ કહ્યુ છે કે જા ટાઇગર આ અંગે વિચારે છે તો તેમાં અમને કોઇ વાંધો નથી. જેકીએ કહ્યુ છે કે તમામ લોકો લાફિ પાર્ટનરને શોધે છે. લગ્ન કરે છે.

સાથે સાથે સેટલ થાય છે. જા ટાઇગર પણ આ અંગે વિચારે છે તો અમને તેમાં કોઇ વાંધો નથી. બોલિવુડમાં બન્ને સ્ટાર નવા છે અને આશાસ્પદ તરીકે પણ દેખાઇ રહ્યા છે. ટાઇગર શ્રોફે પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત હિરોપંતિ મારફતે કરી હતી. જે બોક્સ ઓફિસ પર સરેરાશ સફળતા મેળવી લેવામાં સફળ રહી હતી. જા કે આ ફિલ્મ બાદ તેની કોઇ ફિલ્મ સફળ સાબિત થઇ નથી. જ્યારે આ ફિલ્મ મારફતે કેરિયર શરૂ કરનાર કૃતિ સનુન બોલિવુડમાં મોટી સ્ટાર તરીકે હવે ઉભરી રહી છે. તેની પાસે મોટા બેનરની ફિલ્મો પણ છે.

Share This Article