ટાઇગર અને દિશા પટની ફરી એકવાર સાથે દેખાયા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ટાઇગર શ્રોફ અને દિશા પટની વચ્ચે સંબંધોને લઇને વારંવાર જુદા જુદા અહેવાલ આવતા રહે છે. જો કે બંને સંબંધોને લઇને ક્યારેય કોઇ વાત કરતા નથી. જો કે વારંવાર સાથે પણ આ બંને નજરે પડે છે. જેથી તેમના પ્રેમ સંબંધોની ચર્ચા રહે છે. હવે ફરી એકવાર બંને એક સાથે નજરે પડ્યા છે. જેથી જુદી જુદી અટકળોનો વેગ મળ્યો છે. બંને ફેન્સને કપલ ગોલ્સ આપતા રહે છે. બંને રિલેશનશીપને લઇને ક્યારેય કોઇ વાત કરતા નથી. જો કે સાથે વારંવાર દેખાય છે. બંનેને કેટલીક વખત પપરાજી સપોટ કરે છે. કોઇ કાર્યક્રમમાં હાજરી અને કોઇ ફિલ્મ સાથે જોવા બંને સાથે પહોંચી જાય છે.

હવે બંને વર્ક આઉટ બાદ અંધેરીમાં એક સાથે દેખાયા હતા. ટાઇગરે ફોટો માટે પોઝ આપ્યા હતા. જો કે દિશા વહેલી તકે કારમાં બેસી જતી નજરે પડી હતી. બંને ખુશાલ દેખાયા હતા. ટાઇગર અને દિશા વચ્ચેની મિત્રતા ખુબ જુની છે. બંનેની કેમિસ્ટ્રી ફિલ્મમાં પણ જોવા મળી ચુકી છે. દિશા સોશિયલ મિડિયા પર હમેંશા છવાયેલી રહે છે.

Share This Article