વડોદરા : TiEcon વડોદરા 2023એ જબરદસ્ત સફળતા પ્રાપ્ત કરી હતી કે જેમાં 33 પ્રતિષ્ઠિત વક્તાઓ જેવા કે, મોહનદાસ પાઈ, શ્રદ્ધા શર્મા, હરીશ મહેતા અને શ્રીકાંત વેલામાકાન્ની, દેશભરના 18 અગ્રણી ફંડ હાઉસ, 230 સ્ટાર્ટ-અપ ફાઉન્ડર્સ, 50 થી વધુ ઈન્ડસ્ટ્રીઝ , 70થી વધુ પાર્ટનર્સ નો સપોર્ટ, 100 રોકાણકારો અને 700થી વધુ પ્રતિભાગીઓ ભાગ લીધો હતો તે TiE વડોદરા હવે 2જી TiEcon વડોદરા 2024 માટે તૈયાર છે, જે 4થી અને 5મી ઑક્ટોબર 2024ના રોજ ધ ગ્રાન્ડ મર્ક્યોર, વડોદરા, ગુજરાત ખાતે યોજાશે.
TiE વડોદરા, TiE પરિવારનો એક જીવંત પ્રકરણ, ઉદ્યોગસાહસિક અને સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને પોષવા માટે પ્રતિબદ્ધ છે. એ પણ ઉલ્લેખનીય છે કે TiE વડોદરાએ અમારી કેટેગરીમાં વૈશ્વિક સ્તરે આ વર્ષનો શ્રેષ્ઠ ચેપ્ટર એવોર્ડ જીત્યો છે, જો કે તે સૌથી નાનો ચેપ્ટર છે.
આ વર્ષની કોન્ફરન્સની થીમ “ ઈનોવેટ ફોર ધ ગ્લોબ “ હશે, જે તકને આગળ વધારવા માટે પેનલ ચર્ચાઓ કરશે જે ભારત પાસે માત્ર મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દ્રષ્ટિએ નથી પણ ગ્લોબ માટે ઇનોવેશન સાથે સર્વિસ હબ પણ છે.
ચાર્જઝોન દ્વારા પ્રસ્તુત TiEcon વડોદરા 2024માં 1000+ પ્રતિભાગીઓ સાક્ષી બનશે, જેમાં ઉદ્યોગના અનુભવીઓ, સ્ટાર્ટઅપ સ્થાપકો, સફળ ઉદ્યમીઓ, રોકાણકારો, માર્ગદર્શકો, VCs, પ્રોડક્ટ ડેવલપર્સ, ઇન્ક્યુબેટર્સ, સરકારી કાર્યકર્તાઓ અને શિક્ષણવિદોની લીડરશિપ ટીમો સામેલ છે.
તેની સાથે સાથે ટાઈ કોન ૨૦૨૪ માં અન્ય કાર્યક્રમો નીનપં હારમાળા છે જેમાં ફાયરસાઇડ ચેટ્સ અને પેનલ ચર્ચાઓ હશે, તો બીજી તરફ માસ્ટર ક્લાસ, રાઉન્ડ ટેબલ, પિચિંગ સેશન્સ, એવોર્ડ જ્યુરી, મેચ-એ-થોન હશે. તેમજ મેન્ટર લેબ વગેરે – એક જ દિવસમાં એક જ છત નીચે યોજાશે.
TiEcon 2024 એ પ્રતિષ્ઠિત સ્પીકર્સનો સંગમ હશે અને યુનિકોર્ન અને સૂનિકોર્નના સ્થાપકોની મોટી લાઇન સહિત ઘણા માર્કી સ્પીકર્સનો મેળાવડો હશે, તેમાંના કેટલાક નામો અહીંયા પ્રસ્તુત કરીએ છીએ.
- અજીત બાલકૃષ્ણન (Rediff.com)
- આલોક બંસલ (પોલીસીબજાર/પૈસાબજાર),
- અમિત ગુપ્તા (TiE ગ્લોબલ),
- અનિકેત જૈન (ફાઇનો)
- અંકુશ સભરવાલ (BharatGPT.ai અને CoRover.ai),
- કાર્તિકેય હરિયાણી (ચાર્જ ઝોન)
- લતિકા પાઈ (માઈક્રોસોફ્ટ વેન્ચર કેપિટલ અને પીઈ ભાગીદારી)
- મદન પડકી (1BRIDGE),
- મહાવીર પ્રતાપ શર્મા (TiE ઈન્ડિયા એન્જલ્સ અને રાજસ્થાન એંગલ્સ),
- મુરલી બુક્કાપટ્ટનમ (TiE વૈશ્વિક),
- નિખિલ ત્રિપાઠી (બીજક)
- નિખિલ વોરા (સિક્થ સેન્સ વેન્ચર)
- પ્રસિદ્ધિ સિંહ (11 વર્ષ, પ્રસિદ્ધિ ફોરેસ્ટ ફાઉન્ડેશન),
- રાહુલ કોઠારી (રેઝરપે),
- રાજીવ વૈષ્ણવ (કોર્નસ્ટોન વેન્ચર્સ),
- સંદીપ એન્જિનિયર (એસ્ટ્રલ લિ.)
- શ્રધ્ધા શર્મા (યોર સ્ટોરી)
- તન્મય સકસેના (ટાટા 1mg),
- વિવેક પાઠક (ઉબેર એઆઈ)
- યજ્ઞેશ સંઘરાજકા (100x.VC)
અને આ સાથે અન્ય સ્પીકર્સ ભાગ લેશે…
આ સાથે, TiEcon વડોદરા 2024 પ્રેઝન્ટિંગ સ્પોન્સર તરીકે “ChargeZone “મળવા બદલ ગર્વ અનુભવે છે. સ્ટાર્ટઅપ એવોર્ડ અમી લાઇફસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત છે. “ પિચ – એ – થોન “ એ એલિકોન એન્જિનિયરિંગ કંપની લિમિટેડ દ્વરા સંચાલિત રહેશે. સ્ટાર્ટઅપ એક્સ્પો એ ટ્રાન્સપેક ઇન્ડસ્ટ્રી લિમિટેડ દ્વારા સંચાલિત , નેટવર્કિંગ એ જ્વેલ બ્રશ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત છે અને TiEconની કેટલીક પેનલ ચર્ચાઓ સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને પંચમહાલ સ્ટીલ લિમિટેડ દ્વારા સંચાલિત છે.
આ ઇવેન્ટ થીમ સાથે સંબંધિત વિષયોની વિશાળ શ્રેણીને આવરી લેશે અને ઇકો-સિસ્ટમમાં કેટલાક વર્તમાન સંબંધિત પાસાઓ જેમ કે Soonicorns to Unicorns, AI ની એપ્લિકેશન્સ, ફેલ્યોર પ્રૂફિંગ લાર્જ સ્ટાર્ટઅપ્સ અને અન્ય ઘણા બધા મુદ્દાઓને સ્પર્શ કરશે.
TiEcon વડોદરા 2024 એ શિક્ષણ વિભાગ (ગુજરાત સરકાર), iHub ગુજરાત, ટ્રાન્સપેક, અમી લાઇફસાયન્સ, Elecon, Silox અને SSIP દ્વારા સપોર્ટેડ છે. એકંદરે, વડોદરામાં 2જી TiECon ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે કેટલાક અનન્ય લોન્ચ સાથે મધ્ય ગુજરાત માટે એક અનન્ય ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ બનાવવા અને ટકાવી રાખવા માટે લૉન્ચપેડ બનવા માટે તૈયાર છે.