પાકિસ્તનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ ટિકિટના લઘુત્તમ ભાવ 1000 પાકિસ્તાની રૂપિયા નક્કી કરી છે. જે ભારતીય ચલણમાં 310 રૂપિયાની આસપાસ થાય છે. આંતરિક દસ્તાવેજમાં આ માહિતી જણાવવામાં આવી છે. પાકિસ્તાન હાલ આર્થિક રીતે કંગાળ થઇ ગયું છે, ત્યારે ટિકિટોના ઓછા ભાવ પાકિસ્તાનની દયનીય હાલતનું વધુ એક ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યું છે. દુબઈમાં યોજાનારી ભારતની મેચોના ટિકિટના દર શું હશે તે જણાવવામાં આવ્યું નથી. જો ભારતીય ટીમ સેમિ ફાઇનલ અને ફાઇનલ રમે છે તો મેચ પણ દુબઈમાં યોજાશે. દસ્તાવેજ મુજબ કરાચી, લાહોર અને રાવલપિંડીમાં યોજાનારી મેચો માટે ટિકિટના લઘુત્તમ ભાવ 1000 પાકિસ્તાની રૂપિયા રાખયા છે. જયારે રાવલપિંડીમાં યોજાનારી પાકિસ્તાન અને બાંગ્લાદેશની મેચની ટિકિટની ભાવ 2000 પાકિસ્તાની રૂપિયા અને સેમિ ફાઇનલની ટિકિટની ભાવ 2500 પાકિસ્તાની રૂપિયા રખાયા છે.
પીસીબી એ બધી મેચો માટે ટિકિટના ભાવ 12000 પાકિસ્તાની રૂપિયા રાખી છે, પરંતુ સેમિ ફાઇનલ મેચ માટે તે ટિકિટના ભાવ 25000 પાકિસ્તાની રૂપિયા હશે. કરાચીમાં પ્રીમિયર ગેલેરી માટેના ટિકિટના ભાવ 3500 પાકિસ્તાની રૂપિયા હશે તેની સાથે લાહોરમાં તેનો ભાવ 5000 પાકિસ્તાની રૂપિયા રાખવામાં આવ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટની પહેલી મેચ 19 ફેબ્રુઆરીએ રમાશે. ભારત અને ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સાથે ગ્રૂપ છ માં છે. જ્યારે ગ્રૂપ મ્ માં અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. આ 8 ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દુબઈ અને પાકિસ્તાનમાં હાઇબ્રિડ મોડેલ હેઠળ યોજાશે.