ભુવનેશ્વર : ચક્રવાતી તોફાન ફની વધારે વિનાશક સ્વરૂપ ધારણ કરીને ત્રાટકે તેવી શક્યતા છે. જેથી સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. એમ માનવામાં આવે છે કે આની અસર હેઠળ આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં ગુરૂવારના દિવસે ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગે કહ્યુ છે કે ભારે નુકસાન આના કારણે થઇ શકે છે. ભારે વરસાદના કારણે નુકસાન ન થાય તે માટે સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.
આઇએમડી દ્વારા ચેતવણીમાં કહેવામાં આવ્યુ છે કે ચક્રવાતના કારણે દરિયાકાઠંના વિસ્તારોમાં ભારે નુકસાન થઇ શકે છે. નુકસાનને ટાળવા માટે તંત્ર સાબદુ થઇ ગયુ છે. ઘરની સાથ સાથે અન્ય મુળભુત નુકસાન થવાની શક્યતા પણ છે. ઘર, સંચારના સાધન, વીજળી નેટવર્કને પણ નુકસાન થઇ શકે છે. માર્ગોને પણ ભારે નુકસાન થઇ શકે છે. બીજી બાજુ મોટા જહાજાને પણ નુકસાન થઇ શકે છે. આઇએમડી દ્વારા માછીમારોને દરિયામાં ન જવાની સુચના આપી છે.
નવા આદેશ જારી કરવામાં ન આવે ત્યાં સુધી દરિયામાં ન જવા માટે સુચનાને પાળવામાં આવે તે જરૂરી છે. બીજી બાજુ ઉભા થયેલા ખતરાને ધ્યાનમાં લઇને બેઠકોનો દોર ચાલી રહ્યો છે.પ્રભાવિત થઇ શકે તેવા રાજ્યોમાં ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. એનડીઆરએફની કુલ ૪૧ ટીમો ગોઠવી દેવામાં આવી છે. જેમાં આંધ્રપ્રદેશમાં આઠ, ઓરિસ્સામાં ૨૮ અને બંગાળમાં પાંચ ટીમો તૈનાત કરવામાં આવી ચુકી છે. આ ઉપરાંત એનડીઆરએફની ટીમો બંગાળમાં પણ ગોઠવી દેવામાં આવી છે. ફની ચક્રવાત હાલમાં બંગાળના અખાતમાં દક્ષિણ પશ્ચિમ પર છે.