સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

હવામાન વિભાગે વરસાદને લઈ ફરી આગાહી કરી છે. આગામી ૩ કલાક રાજ્યમાં ભારે રહેશે. આજે આગામી ૩ કલાક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો વલસાડ, દમણ, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે. તો અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે રાજ્યમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરી છે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ૨૭ જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ફરીથી વધે તેવી સંભાવના છે. તો ૨૭ જુલાઇથી ૫ ઓગસ્ટ સુધી પવન ભેજનો અસર રહે તેવી સંભાવના છે.

તો આ તરફ પશ્ચિમ ભારત પર અસર થવાથી રાજ્યમાં વરસાદ રહે તેવી સંભાવના છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસે તેવી પણ આગાહી વ્યક્ત કરી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. તો ઉત્તર અને મધ્ય ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે. તેમજ અમદાવાદની સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. તો તાપી, નર્મદાના જળસ્તરમાં પણ વધારો થશે.

Share This Article