આગ ઓકતી ગરમીમાં વડનગરના વાઘડી ગામ નજીક પીકનીક માણવા ગયેલા અને નદીમાં નાહવા પડેલા ત્રણ યુવકો ડુબી જતા મોત નીપજ્યું છે. મૃતક યુવકો અમદાવાદના સત્તાધાર વિસ્તારના રહેવાસી છે.
પ્રાપ્ત વિગત અનુસાર શહેરના 12 જેટલા યુવકો આગ ઝરતીમાં ઠંકક મેળવવા વડનગરના વાઘડી ગામે પિકનિક મનાવવા ગયા હતા. દરમિયાન રામદેવપીર મંદિર નજીક સાબરમતી નદીમાં નાહવા પડેલા યુવકોમાંથી ત્રણ યુવકો ડુબી જતા મોત નીપજ્યું છે.
બનાવની જાણ થતા ગામના લોકો દોડી આવ્યા અને લાશને બહાર કાઢવા પ્રયત્નો હાથ ધર્યા. હાલ ત્રણ યુવક આયુષ કેતનભાઈ પટેલ, આયુષ કેતનભાઈ પટેલ અને મિહિર નિર્મલભાઇ પટેલની લાશ મળી છે. આ ત્રણેય યુવક 16થી 18 વર્ષના છે અને ઘાટલોડિયા સત્તાધાર સોસાયટીના રહેવાસી છે.