અમદાવાદ : ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને દેશ ભરમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે. પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને રામ મંદિરના પ્રથમ માળનું કામ પૂર જાેશમાં ચાલી રહ્યું છે. દેશભરમાંથી લોકો આ કાર્યક્રમમાં ભાગ લેવા જશે. ગુજરાતથી પણ લોકો જવાની શકયતા છે. ત્યારે તેમને ખૂબ જ મોટી સુવિધા મળવા જઇ રહી છે. અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ પહેલા મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અમદાવાદથી અયોધ્યા માટે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થશે. અમદાવાદથી અયોધ્યા માટે સપ્તાહમાં ત્રણ ફ્લાઈટ રહેશે. ૧૧ જાન્યુઆરીથી ફ્લાઈટ શરૂ થવાની છે. આ સુવિધા મળવાથી માત્ર ૧ કલાક ૫૦ મિનિટમાં જ અયોધ્યા પહોંચાશે. આ ફ્લાઇટની વધુ વિગતની વાત કરીએ તો મંગળવાર, ગુરૂવાર અને શનિવારે સવારે ૯.૧૦ વાગ્યે ફ્લાઈટ અયોધ્યા જશે. અયોધ્યાથી અમદાવાદ પરત આવવાની ફ્લાઈટ ૧૧.૩૦ વાગ્યે રહેશે. મહત્વનું છે કે પ્રાણ પ્રતિષ્ઠા માટેની શ્રી રામની પ્રતિમાને પર શાનદાર અંદાજમાં તૈયાર કરવામાં આવી રહી છે. આ મૂર્તિઓને મંદિરના ગર્ભગૃહમાં મૂકવામાં આવશે. ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે કહ્યું હતું કે રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન રામના પાંચ વર્ષના બાળ સ્વરૂપની ચાર ફૂટ ત્રણ ઇંચની સ્થાયી પથ્થરની પ્રતિમા અયોધ્યામાં ત્રણ સ્થળોએ બનાવવામાં આવી રહી છે. ત્રણ કારીગરો તેને ત્રણ અલગ અલગ પથ્થરોમાં બનાવી રહ્યા છે. આ પ્રતિમાઓ લગભગ ૯૦ ટકા તૈયાર છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઓછામાં ઓછા ૪૦૦૦ સંતો સહિત ૭૦૦૦ હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ૫૦ દેશોમાંથી એક પ્રતિનિધિ આવે તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.