નવી દિલ્હી : માત્ર પાંચ મહિના પહેલા જ હિન્દી પટ્ટાના ત્રણ મહત્વપૂર્ણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તિસગઢમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ જીત મેળવી હતી. ભારતીય જનતા પાર્ટી પાસેથી ત્રણેય રાજ્યોમાં તે સત્તા આંચકી લેવામાં સફળ રહી હતી. ત્રણ રાજ્યો પૈકી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જેમ તેમ કરીને પણ કોંગ્રેસ પાર્ટી સરકાર બનાવવામાં સફળ રહી હતી. જે પૈકી મધ્યપ્રદેશ અને છત્તિસગઢમાં તો ભારતીય જનતા પાર્ટની છેલ્લા ૧૫ વર્ષ સરકાર હતી. જા કે માત્ર પાંચ મહિનાના ટુંકા ગાળામાં જ સ્થિતી બદલાઇ રહી છે.
પાંચ મહિનાના ટુંકા ગાળામાં જ કોંગ્રેસ પાર્ટી પાસેથી આ ત્રણેય રાજ્યો ફરી હાથમાંથી નિકળતા દેખાઇ રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી પહેલા કરતા વધારે મજબુત દેખાઇ રહી છે પરંતુ કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટીના મજબુત નેટવર્કને તોડી પાડવામાં સફળ રહી નથી. આના માટેના કેટલાક કારણો રહેલા છે. એક કારણ એ છે કે વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી વચ્ચે ખુબ અંતર છે. બીજી દલીલ એવી પણ આપવામાં આવી રહી છે કે છત્તિસગઢને છોડી દેવામાં આવે તો બાકી બંને જગ્યા પર કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ખુબ નજીકની સ્પર્ધા રહી હતી. જેથી આટલી જલ્દીથી ભારતીય જનતા પાર્ટીને દુર કરવાની બાબત કોંગ્રેસ માટે અશક્ય છે. રાજકીય પંડિતો માની રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટીને આ રાજ્યોમાં આવ્યાને સમય થયો નથી પરંતુ રાજ્યમાં તેમની પાસેથી આ ત્રણેય રાજ્યો નિકળી શકે છે.
વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપન સરકારને લઇને શાસન વિરોધી પરિબળની અસર હતી. જા કે લોકસભા ચૂંટણી આવતા આવતા તેની અસર નહીંવત જેવી બની ગઇ છે. હકીકત એ છે ભાજપે સત્તા વિરોધી ગુસ્સાથી બચવા માટેના પ્રયાસ એ વખતે શરૂ કરી દીધા હતા. રાજસ્થાનમાં એ વખતે નારો ચાલી રહ્યો હતો. મોદી તુઝસે બેર નહીં વસુન્ધરા તેરી ૈર નહીં. જા કે આ નારાની નોંધ લઇને ભારતીય જનતા પાર્ટીએ તૈયારી કરી હતી. ભાજપે આ નારાના તમામ આક્રોશને વસુન્ધરા રાજે તરફ વાળવી દેવામાં સફળતા મેળવી છે. એમ માનવામાં આવે છે કે ભાજપ પ્રમુખ અમિત શાહે ડિસેમ્બર મહિનાથી જ પાર્ટી કાર્યકરોને લોકસભા ચૂંટણીમાં લાગી જવા માટે કહી દીધુ હતુ.
એમ પણ હિન્દી પટ્ટાના આ તમામ ત્રેણય રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતી અને આધાર ખુબ મજબુત છે. તેના પર મોદી ફેક્ટરની અસર દેખાઇ રહી છે. બાલાકોટમાં ત્રાસવાદી કેમ્પો પર હુમલા કરવામાં આવ્યા બાદ માહોલ રાષ્ટ્રવાદની તરફેણમાં રહે છે. આ મુદ્દો પણ અસર કરી શકે છે. કોગ્રેસની સાથે માત્ર છ મહિનાના ગાળામાં ભારતીય જનતા પાર્ટીના મજબુત સંગઠનને તોડી પાડવા માટેની બાબત અશક્ય હતી. બીજા કેટલાક કોંગ્રેસી નેતા મુખ્યપ્રધાન બનવાને લઇને મેદાનમાં હતા. તેઓ કોઇને કોઇ કારણસર પોતાના વિસ્તારમાં સમય આપી રહ્યા ન હતા. આ બાબત ખાસ કરીને રાજસ્થાનના નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલોટ અને મધ્યપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન જ્યોતિરાદત્ય સિન્ધિયા વચ્ચેની છે.
આ બંને મુખ્યપ્રધાનને લઇને મેદાનમાં હતા. જો કે આખરે અશોક ગહેલોત અને કમલનાથ પર પસંદગી કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉતારી દેવામાં આવી હતી. કમલનાથને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા. ગહેલોતને રાજસ્થાનની જવાબદારી સોંપવામાં આવી હતી.