જામનગરના ધ્રોલ પાસે એક ભયંકર અકસ્માત સર્જાયો છે, જેમાં ધ્રોલના લતીપર અને ગોકુલપુર વચ્ચે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત કેવી રીતે થયો અને કાર કેવી રીતે પલટી ગઈ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
જામનગરના ધ્રોલમાં કાર પલટી જતાં ત્રણના મોત થયા છે. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે લતીપર અને ગોકુલપુર વચ્ચે એક ભયંકર અકસ્માત થયો છે, જેમાં બે લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધ્રોલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામ પાસે ગઈકાલે રાત્રે બે વાગ્યે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો, અને લતીપર-ધ્રોલ રોડ પર આવી રહેલી એક કાર તેના ચાલકની બેદરકારીના કારણે પલટી મારી જતાં કારની પાછળની સીટોમાં બેઠેલા જામનગરના બે યુવાનો તથા લતીપુર-લાલપુરના એક યુવાન સહિત ત્રણના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા છે, જ્યારે આગળ બેઠેલાં કાર ચાલક સહિત બેને ઈજા થઈ છે. જેને જામનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આ અકસ્માતને લઈને લતીપર ગામમાં ભારે ગમગીની છવાઈ છે.
જામનગરના ધ્રોલ પાસે એક ભયંકર અકસ્માત સર્જાયો છે, જેમાં ધ્રોલના લતીપર અને ગોકુલપુર વચ્ચે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત કેવી રીતે થયો અને કાર કેવી રીતે પલટી ગઈ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે અને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર પલટી ગઈ હતી.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રહેતા હર્નિશભાઈ રાજેશભાઈ ચભાડીયા કે જેના પરિવારમાં કૌટુંબિક દીકરા દીકરીના લગ્ન યોજાયા હોવાથી જે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જામનગરમાં શિવ નગર શેરી નંબર ૪માં રહેતા ધર્મેન્દ્રસિંહ રામદેવસિંહ ઝાલા મૂળ લતીપર-લાલપુરના વતની અને હાલ રાજકોટ રહેતા રીશી મુકેશભાઈ ચભાડીયા તેમજ જામનગરમાં શ્રીજી હોલ પાસે રહેતા વિવેક દિનેશભાઈ પરમાર કે જેઓ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા, તેમજ જામનગર તાલુકાના વિવાપર ગામના વતની જસ્મીનભાઇ વિઠ્ઠલભાઈ પણસારા પાણી નાસ્તો કરવા માટે ગયા હતા, અને ત્યાંથી રાત્રિના બે વાગ્યે પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન લતિપર ગામના પાટીયા પાસે જી.જે. 36 એ.સી. 4957 નંબરની કારના ચાલક જસ્મીન પણસારાની બેદરકારીના કારણે કાર પલટી મારી ગઈ હતી, અને રોડથી નીચે ઉતરીને ચાર પાંચ ગડથોલીયા ખાઈ ગઈ હતી. જે અકસ્માતના કારનું પડીકુ વળી ગયું હતું, જેથી પાછળ ની સીટમાં બેઠેલા રીસી મુકેશભાઈ, વિવેકભાઈ પરમાર તેમજ ધર્મેન્દ્રસિંહ ઝાલા કે જે ત્રણેને ગંભીર ઇજા થવાથી ત્રણેયના ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા. જયારે જસ્મીન વિઠ્ઠલભાઈ તેમજ હર્નિશ રાજેશભાઈ કે જે બંનેને ઇજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની ઓશવાળ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.સમગ્ર મામલાની જાણ થતાં ધ્રોલ પોલીસની ટુકડી બનાવના સ્થળે તેમજ જામનગરની ઓસવાળ હોસ્પિટલમાં દોડી ગઈ હતી, અને અકસ્માતના બનાવ અંગે ફરીયાદ નોંધી છે, તેમજ ત્રણેય મૃતકોના મૃતદેહનો કબજો સંભાળી ધ્રોળની સરકારી હોસ્પિટલમાં તમામના પોસ્ટમોર્ટમ કરાવાયા છે. આ અકસ્માતના બનાવને લઈને લતીપરના પરિવારમાં ભારે માતમ છવાયો છે, અને આજે બાકીની લગ્નવિધિ સાદાઇથી આટોપી લેવામાં આવી રહી છે.