સુરતમાં એક સાથે ત્રણ બાળકીઓના રહસ્યમય રીતે મોત, આઇસ્ક્રીમ ખાધા બાદ શરીર ગરમ થયું અને તબિયત લથડી

Rudra
By Rudra 1 Min Read

સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોતથી ખળભળાટ મચી ગયો છે. શુક્રવારે આઈસ્ક્રીમ ખાધા બાદ ત્રણેય કિશોરીઓ બિમાર પડી હતી અને તેમને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોતથી ખળભળાટ મચી ગયો છે.

શુક્રવારે આઈસ્ક્રીમ ખાધા બાદ ત્રણેય કિશોરીઓ બિમાર પડી હતી અને તેમને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. હાલ તબીબો ત્રણેય બાળકોના મોતના કારણોની તપાસ કરી રહ્યા છે. આ બાળકીના નામ 12 વર્ષની દુર્ગાકુમારી મહતો, 14 વર્ષની અમિતા મહંતો અને આઠ વર્ષની અનિતા કુમારી મહંતો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના પાલી ગામમાં રહેતી ત્રણ કિશોરીઓનું શરીર આઈસ્ક્રીમ ખાધા બાદ ગરમ પણ થઈ ગયું હતું, જે બાદ ત્રણેયની તબિયત લથડી હતી. તેથી આ ત્રણેય કિશોરીઓનું મોત આઈસ્ક્રીમ, ચૂલાના ધુમાડાથી કે અન્ય કોઈ કારણથી થયું છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સાચું કારણ બહાર આવી શકે છે.

Share This Article