શ્રદ્ધા કપુરની ત્રણ ફિલ્મો ટુંકમાં રજૂ કરાશે : રિપોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરેલી શ્રદ્ધા કપુરની ત્રણ ફિલ્મો આ વર્ષે રજૂ કરવામાં આવનાર છે. જે પૈકીની પ્રથમ ફિલ્મ  હોરર અને કોમેડી ફિલ્મ છે. ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ કામ કરી રહ્યો છે. બીજી તેની ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુ નામની ફિલ્મ ૨૧મી સપ્ટેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં શાહીદ કપુરની ભૂમિકા રહેલી છે. આ ફિલ્મ લાંબા સમયથી અટવાયેલી હતી. ફિલ્મમાં અભિનેત્રી તરીકે કોણ રહેશે તે અંગે દુવિધાભરી સ્થિતી હતી. જો કે છેલ્લે  અભિનેત્રી તરીકે શ્રદ્ધા કપુરની પસંદગી કરવામાં આવી હતી.

પહેલા કેટરીના કેફ અને ઇલિયાના ડી ક્રુઝના નામ સપાટી પર આવ્યા હતા. જો કે અંતે શ્રદ્ધા કપુરના નામ પર સહમતિ થઇ ગઇ હતી. શ્રદ્ધા કપુરનુ નામ નક્કી કરવામાં આવ્યા બાદ તરત જ શુટિંગ શરૂ કરવામાં આવ્યુ હતુ. શ્રદ્ધા કપુર અને શાહિદ કપુરની જાડી   બીજી વખત હવે કામ કરવા જઇ રહી છે. પહેલા બન્નેની જાડી હૈદરમાં નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સરેરાશ સફળ રહી હતી. જો કે આ ફિલ્મને અનેક એવોર્ડ મળ્યા હતા.

ફિલ્મનુ શુટિંગ ફેબ્રુઆરીમાં શરૂ  કરવામાં આવ્યુ હતુ. ફિલ્મના નિર્માતા પ્રેરણા અરોડાના કહેવા મુજબ ફિલ્મ સૌથી પહેલા કેટરીના કેફને ઓફર કરવામાં આવી હતી. આનંદ એલ રોય વ્યસ્ત હોવાના કારણે તે ફિલ્મ કરી શકી નથી. રોયની સાથે કેટરીના કેફ અન્ય ફિલ્મમાં કામ કરી રહી છે. કેટરીના, ઇલિયાના અને અન્ય અભિનેત્રીનો સંપર્ક કરવામાં આવ્યા બાદ આખરે શ્રદ્ધા કપુરને ફિલ્મ માટે મનાવી લેવામાં આવી હતી.  શ્રદ્ધા કપુર તરત રોલ કરવા માટે તૈયાર થઇ ગઇ હતી.  શ્રદ્ધા પાસે અન્ય બે ફિલ્મો પણ છે.

Share This Article