પીએમ મોદી, બિહારના સીએમ નિતીશ કુમાર અને દેશના ગૃહમંત્રીને મારી નાખવાની ધમકી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. બુધવારે દિલ્હી પોલીસના આઉટર ડિસ્ટ્રિક્ટ પીસીઆરને ફોન આવ્યો કે પીએમ મોદીને બિહારના સીએમ નિતીશ કુમાર અને દેશના ગૃહમંત્રીને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પીએમ-ગૃહમંત્રી અને બિહારના સીએમને ધમકી મળતા જ દિલ્હી પોલીસે આ મામલે એક ટીમ બનાવી અને મામલાની તપાસ શરૂ કરી. દિલ્હી પોલીસે જણાવ્યું કે સવારે એક વ્યક્તિએ બહારી જિલ્લા પોલીસને PCR કોલ કર્યો અને બિહારના મુખ્યમંત્રીને મારી નાખવાની ધમકી આપી. થોડા સમય બાદ બીજા કોલમાં પીએમ અને ગૃહમંત્રીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર યુવકની ઓળખ થઈ ગઈ છે, તેનું નામ સંજય વર્મા છે અને તે દિલ્હીના માદીપુર વિસ્તારનો રહેવાસી છે.પરિવારજનોએ જણાવ્યું કે સંજય ગઈ રાતથી દારૂ પી રહ્યો છે અને દિલ્હી પોલીસ સંજયને શોધી રહી છે.

Share This Article