અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અમેરિકાની સુરક્ષાને લઇને ચેતી ગયા છે. તે ગેરકાનૂની રીતે અમેરીકામાં દાખલ થતા લોકોને રોકવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે. તેમણે નિવેદન આપ્યુ છે કે યોગ્ય રીતે કાનૂની રીતે જ લોકો અમેરિકામાં આવે. ટ્રંપે તેમ પણ કહ્યું હતુ કે જે લોકોને બીજા દેશના લોકો કચરો સમજે છે તેવા લોકોએ અમેરિકામાં પ્રવેશ ના કરવો જોઇએ.
અમેરિકામાં જે લોકો ગેરકાનૂની રીતે ઘૂસી આવે છે અને બાદમાં લોકોને મોતને ઘાટ ઉતારી દે છે. મૃત્યુ પામેલા લોકોના પરિવાર સાથે ટ્રંપે વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે સરકાર તેમનુ કર્તવ્ય ખૂબ નિષ્ઠાથી નિભાવશે. અમેરિકામાં થઇ રહેલી ઘૂસણખોરીને બંધ કરાવવા પ્રયત્નો કરશે.
એંજલ ફેમિલિ તરીકે ઓળખાતા આ પરિવારોને ટ્રંપે કહ્યુ કે અમેરિકામાં યોગ્ય લોકો જ આવશે. તેવા લોકો નહી કે જેમને કચરો સમજીને બીજા દેશના લોકો ડસ્ટબિનમાં નાંખી દે છે અને બાદમાં તે અમેરિકા આવી જાય છે. હવેથી ટ્રંપ સુરક્ષા બાબતે કોઇ પણ બાંધછોડ નહી કરે.