નવીદિલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આસામમાં નેશનલ રજિસ્ટ્રાર ઓફ સિટિઝન (એનઆરસી)માં આશરે ૪૦ લાખ લોકોના નામ ન હોવાને લઇને ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા. મમતાએ પ્રશ્ન કરતા કહ્યું હતું કે, જે લોકોએ પહેલા ભાજપની સરકાર બનાવવા માટે મત આપ્યા હતા. આજે તે લોકોને જ શરણાર્થીઓ બનાવી દેવામાં આવ્યા છે. મમતાએ કહ્યું હતું કે, તેઓ બંગાળમાં આવું થવા દેશે નહીં. એનઆરસીના મુદ્દા ઉપર કોન્સ્ટીટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયામાં બોલતા મમતા બેનર્જીએ કહ્યું હતું કે, આસામમાં અંધાધૂંધી ફેલાયેલી છે.
એનઆરસીની સમસ્યા ગંભીર બનેલી છે. આ માત્ર બંગાળી નથી બલ્કે લઘુમતિ છે. બંગાળી છે અને બિહારી છે. ૪૦ લાખથી વધારે લોકોને શાસક પાર્ટી માટે મત આપ્યા હતા પરંતુ આજે એકાએક પોતાના દેશમાં તેમને શરણાર્થી બનાવી દેવામાં આવ્યા છે. મમતાએ કહ્યું હતુંકે, તેઓ માત્ર ભૂમિની આવી હાલત જાવાની સ્થિતિમાં નથી. માત્ર ભૂમિનું વિભાજન થાય તે તેઓ જાઇ શકવાની સ્થિતિમાં નથી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અમે બંગાળમાં આવું થવા દઇશું નહીં. આજે પણ આ લોકો વોટ કરી શકતા નથી. તેમણે ઉમેર્યું હતું કે, જો બંગાળી કહેશે કે બિહારી બંગાળમાં રહી શકે નહીં, દક્ષિણ ભારતીય કહેશે કે ઉત્તર ભારતીયો ત્યાં રહી શકશે નહીં અને ઉત્તર ભારતીયો કહેશે કે દક્ષિણ ભારતીય ત્યાં રહી શકશે નહીં તો દેશની સ્થિતિનું શું થશે.
ભારત એક છે અને તમામ લોકો એક સાથે છે. મમતાએ કહ્યું હતું કે, અમારા પૂર્વ રાષ્ટ્રપતિ ફકરુદ્દીન અલી અહેમદના પરિવારના લોકોના નામ એનઆરસી આસામમાં નથી. આનાથી તેઓ કોઇ વાત કરવાની સ્થિતિમાં નથી. ભાજપ સરકાર ઉપર મમતા બેનર્જીએ આકરા પ્રહાર કર્યા હતા. મમતાએ કહ્યું હતું કે, ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશ વિભાજનથી પહેલા એક હતા. માર્ચ ૧૯૭૧ સુધી જે પણ બાંગ્લાદેશથી આવ્યા હતા તે લોકો ભારતીય નાગરિક છે. તમામ લોકો જાણે છે કે, ભાજપ શરણાર્થીઓના મુદ્દા પર મમતા બેનર્જીને મુશ્કેલીમાં મુકવાના પ્રયાસ કરે છે.
ભાજપના નેતા કૈલાશ વર્ગીય મમતા બેનર્જી ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, તેઓ બાંગ્લાદેશના સંબંધી છે. બાંગ્લાદેશી લોકો તેમના ઇશારે ભારત આવી રહ્યા છે. નેશનલ રજિસ્ટ્રાર ઓફ સિટિઝનના ફાઇનલ ડ્રાફ્ટ સોમવારના દિવસે જારી કરવામાં આવ્યા બાદથી ભારે હોબાળો થયો હતો. આ યાદીમાં ૨.૮૯ કરોડ લોકોને નાગરિકતા માટે યોગ્ય ગણવામાં આવ્યા છે જ્યારે ૪૦ લાખ લોકોને તેમાંથી બહાર કરવામાં આવ્યા છે.