વિડિયો શેર કરી ઇવીએમથી છેડછાડ કરવાનો આરોપ લગાવનારાની ધરપકડ કરવામાં આવી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મેધાલયના વેસ્ટ ગારો હિલ્સ જીલ્લાથી એક વ્યક્તિને સોશલ મીડિયા પર એક વીડિયો સંયુકત કરવાના આરોપમાં ઝડપી લેવામાં આવ્યો છે.જેમાં બતાવવામાં આવી રહ્યું હતું કે ઇવીએમની કોઇ પણ બટન દબાવવા પર મત ભાજપના પક્ષમાં નોંધાઇ રહ્યાં છે.

મુખ્ય ચુંટણી અધિકારી એફ આર ખારકોનગોરાએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ બોલોંગ આર સંગમા તરીકે કરવામાં આવી છે અને તેણે ૧૬ ફેબ્રુઆરીએ સંયુકત કરવામાં આવેલ વીડિયોમાં ઇવીએમમાં છેડછાડનો આરોપ લગાવ્યો હતો તેમણે કહ્યું કે સંગમાને રોંગજેંગ વિધાનસભા વિસ્તારના પીઠાસીન અધિકારી દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી.ખારકોનગોરે કહ્યું કે આરોપીની વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૭૧S હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે જે ચુંટણીથી સંબંધિત ખોટી માહિતીથી જોડાયેલ છે.

Share This Article