જાણકાર નિષ્ણાંત તબીબોનુ કહેવુ છે કે ખાવાપીવાની ખોટી ટેવ અને બદલાઇ રહેલી જીવનશેલીના કારણે સગર્ભા મહિલાઓમાં હવે કેટલીક પ્રકારની તકલીફ વધી રહી છે. અનિયમિત લાઇફસ્ટાઇલના કારણે જ સગર્ભા મહિલાઓને હવે વધારે પરેશાની થઇ રહી છે. જેના કારણે તેના શિશુ પર માઠી અસર પણ થઇ રહી છે. ખરાબ લાઇફસ્ટાઇલના કારણે સગર્ભાવસ્થાના ગાળા દરમિયાન મહિલાઓને બ્લડ પ્રેશર, થાઇરોઇડ અને ડાયાબિટીસ જેવી મોટી તકલીફ ઉભી થઇ જાય છે. આના કારણે શિશુના આરોગ્ય પર પણ ગંભીર અસર થાય છે. સગર્ભાવસ્થાના શરૂઆતના ત્રણ મહિનાના ગાળામાં ડાયાબિટીસનુ સ્તર ૮૦-૧૦૦-૧૧૦ મિગ્રાથી વધારે થઇ જાય તો તબીબોની સલાહ ચોક્કસપણે લેવી જાઇએ. આને જેસ્ટેશનલ ડાયાબિટીસ પણ કહેવામાં આવે છે.
સગર્ભા મહિલાઓના બ્લડ શુગરનુ પ્રમાણ પણ વધારે રહે છે. આના કારણે શિશુના લિવરના વિકાસમાં અડચણો આવે છે. શિશુનુ વજન પણ વધારે થઇ શકે છે. ડિલિવરી બાદ ડાયાબિટીસની સમસ્યા ખતમ થઇ જાય છે. નિષ્ણાંત તબીબો અભિપ્રાય આપતા કહે છે કે સગર્ભાવસ્થાના ગાળા દરમિયાન શુગર લેવલ અનિયમંત્રિત હોવાના કારણે ગર્ભપાત, સમય કરતા પહેલા બાળકોના જન્મ અને પ્રસવમાં પિડા જેવી સમસ્યા ઉભી થાય છે. ગર્ભાવસ્થાના ગાળા દરમિયાન હાઇપોથાઇરાડિજ્મ હોવાના કારણે બાળકના વિકાસમાં અનેક પ્રકારની સમસ્યા આવે છે. આના કારણે ગર્ભવતી મહિલામાં રેટિનોપૈથી (આંખની બિમારી) અને નેફ્રોપેથી ( કિડનીની બિમારી) થવાનો ખતરો વધી જાય છે. થાઇરોઇના હાર્મોન ટાઇપ-૧ ડાયબિટીસના દર્દીમાં ઇન્સુલિનના પ્રભાવને પણ ઘટાડી નાંખે છે. આના કારણે બ્લડ શુગર અનિયંત્રિત થઇ જાય છે. નિષ્ણાંત તબીબો કહે છે કે સગર્ભાવસ્થાના ૨૦માં સપ્તાહ સુધી હાઇ બ્લડ પ્રેશરથી પ્રી એક્લૈમÂપ્સયાની પરેશાની રહે છે. યુરિન મારફતે પ્રોટીન નિકળે છે. પ્લેસેન્ટામાં લોહી પ્રવાહ યોગ્ય રીતે ન હોવાના કારણે શિશુને જરૂર કરતા ઓછા પ્રમાણમાં ઓક્સીજન મળે છે. જેથી બાળકના વિકાસમાં પૂર્ણ અડચણો આવે છે.
જાડકા બાળક, વધારે મોટી વયમાં ગર્ભધારણ કરવાની બાબત, ટેન્શનના મુખ્ય કારણ છે. પ્રસવ બાદ કેટલીક વખત તો ડાયાબિટીસ બ્લડ પ્રેશર સામાન્ય પણ થઇ જાય છે. સમય સમય પર ચકાસણી કરવામાં આવે તો ફાયદો થાય છે. ડાયાબિટીસથી બચવા માટે કેટલાક પ્રમાણમાં નવા પ્રયોગ કરી શકાય છે. આર્યુવેદમાં પણ કેટલાક કારણો રહેલા છે. જેના ભાગરૂપે મહિલાઓને ગર્ભ ધારણ કરતા પહેલા આની તૈયારી ત્રણ મહિના પહેલા શરૂ થઇ જાય છે. પહેલા શરીરના શુદ્ધિકરણ માટે પંચકર્મ કરવાની જરૂર હોય છે. માસિક ધર્મના શરૂના ત્રણ દિવસ દરમિયાન ભાતનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. ગર્ભાવસ્થાના પ્રથમ મહિનામાં ઉકાળેલા દુધનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. આના કારણે હાડકાને રાહત મળે છે. સગર્ભા વસ્થાના ગાળા દરમિયાન મહિલાઓ હળવા યોગ કરે તો તેના કારણે ફાયદો થાય છે. સગર્ભા મહિલાઓએ તિતલી આસન અને અનલોમ વિલોમ આસન કરવાની જરૂર હોય છે. જા કે તબીબોની સલાહ આ મામલે ખુબ જરૂરી હોય છે. તબીબોની સલાહ બિના કોઇ યોગ કે આસન કરવામાં ન આવે તે જરૂરી છે. તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે સાઈઝ ઝીરો મહિલાઓ વધુ વજન ધરાવતી મહિલાઓની સરખામણીમાં સગર્ભા ઓછી થાય છે.
ખતરનાક સ્થૂળતા તરીકેના વર્ગમાં આવેલી મહિલાઓની સરખામણીમાં આ મહિલાઓની તકો જુદી જુદી હોય છે. ફર્ટીલીટી સ્પેશિયાલિસ્ટ તબીબ રિચર્ડ શેરબાને માહિતી આપતા કહ્યું છે કે વધારે વજન ધરાવતી મહિલાઓમાં આરોગ્યના જાખમો ચોક્કસપણે રહેલા છે પરંતુ સાઈઝ ઝીરો મહિલાઓ સામાન્ય મહિલાઓની સરખામણીમાં ઓછી સગર્ભા થાય છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઘણા પરિબળો જવાબદાર છે. યુવતીઓ અને મહિલાઓમાં સાઈઝ ઝીરોનો ક્રેઝ હાલમાં જાવા મળી રહ્યો છે પરંતુ આ પ્રવાહ ખૂબ જ ખતરનાક છે. આનાથી આરોગ્યને પણ નુકશાન થઈ રહ્યું છે. એડવાન્સ ફર્ટિલિટી સેન્ટ્રલ ઓફ શિકાગોના નિષ્ણાંતોએ આશરે ૨૫૦૦ જેટલી મહિલાઓને આવરી લઈને કરેલા અભ્યાસમાં આ મુજબની બાબત જાણવા મળી છે. ચકાસણી હેઠળ લેવામાં આવેલી મહિલાઓને ત્રણ ગ્રુપમાં વિભાજિત કરી દેવામાં આવી હતી.