ટ્‌વીટર પર અમિતાભ અને સોનાક્ષી સૌથી ચર્ચામાં રહ્યા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

તમામ કલાકારો સોશિયલ મિડિયા પર જોરદાર રીતે સક્રિય રહે છે. તેમના મારફતે કલાકારો તેમની પ્રતિક્રિયા આપતા રહે છે. ટ્‌વીટર ઇન્ડિયા મારફતે હેશ ટેગની શરૂઆત કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે મનોરંજન જગતમાં કોણ કોણ કલાકારો ટ્‌વીટરના કારણે ચર્ચામાં રહ્યા છે તેની યાદી તૈયાર કરવામાં આવે તો આમાં મહાનાયક અમિતાભ બચ્ચન અને સોનાક્ષી સિંહા સૌથી આગળ રહ્યા છે. અમિતાભ બચ્ચન અને સોનાક્ષી સિંહા સૌથી ફેવરીટ રહ્યા છે. તેમના દ્વારા સતત ટ્‌વીટ કરવામાં આવ્યા છે. ફિમેલ કલાકારોની વાત કરવામાં આવે તો પ્રથમ સ્થાન પર સોનાક્ષી સિંહા છે.

જ્યારે બીજા સ્થાન પર અનુશ્કા શર્મા રહેલી છે. ટ્‌વીટરમાં ટોપ ટેનની વાત કરવામા આવે તો લતા મંગેશકર, પ્રિયંકા ચોપડા અને આલિયા ભટ્ટ સામેલ છે. પુરૂષ કલાકારોની વાત કરવામાં આવે તો યાદીમાં અમિતાભ બચ્ચન પ્રથમ સ્થાન પર છે. અમિતાભ બાદ અક્ષય કુમાર બીજા સ્થાન પર રહ્યો છે.

Share This Article