આ મહિલાએ પોતાનું ચાર માળનું મકાન રાહુલ ગાંધીના નામે કર્યું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ મળ્યા બાદ દિલ્હીની એક મહિલાએ પોતાનું ચાર માળનું મકાન રાહુલ ગાંધીના નામે કર્યું છે. દિલ્હીના મંગોલપુરી વિસ્તારમાં રાજકુમારી ગુપ્તાએ ૪ માળનું મકાન રાહુલ ગાંધીના નામે કર્યું છે. રાજકુમારી ગુપ્તા દિલ્હી કોંગ્રેસ સેવા દળ સાથે જોડાયેલી છે. લોકસભાના સભ્યપદમાંથી અયોગ્ય જાહેર થયા બાદ રાહુલ ગાંધીને ૨૨ એપ્રિલ સુધી તેમને સરકારી બંગલો ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સભ્ય પદ ગયા બાદ કોંગ્રેસે મુહિમ ચલાવી હતી મારૂ ઘર રાહુલ ગાંધીનું ઘર. રાહુલ ગાંધીને પાછલા સપ્તાહે લોકસભાના સભ્ય પદેથી અયોગ્ય જાહેર કરવાને ધ્યાનમાં રાખી લોકસભાની આવાસ સંબંધી સમિતિએ કોંગ્રેસ નેતાને ૧૨ તુગલક લેન સ્થિત સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ મોકલી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે દિલ્હીના મંગોલપુરીમાં રાજકુમારી ગુપ્તાનું ચાર માળનું ઘર છે. રાજકુમારીએ પોતાનું ઘર રાહુલ ગાંધીના નામે કરી દીધુ છે. આ ઘર રાજકુમારીને ઈન્દિરા ગાંધીના સમયે મળ્યું હતું. રાજકુમારીએ કહ્યું કે મોદી જી, રાહુલ જીને ઘરમાંથી કાઢી શકે છે, પરંતુ લોકોના દિલમાંથી નહીં. ગુજરાતમાં સુરતની એક કોર્ટે મોદી ઉપનામ સંબંધી ટિપ્પણીને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ૨૦૧૯માં નોંધાયેલ માનહાનિના કેસમાં તેમને ૨૩ માર્ચે દોષી ઠેરવ્યા બાદ બે વર્ષની કારાવાસની સજા ફટકારી હતી. અયોગ્ય ઠેરવ્યા બાદ સાંસદે તેમનું સભ્ય પદ ગયાના એક મહિનાની અંદર સરકારી બંગલો ખાલી કરવાનો હોય છે.

Share This Article