અડધી રાતે આત્માઓ સાથે વાતો કરી શકે છે આ મહિલા, અનુભવો જાણીને રૂંવાડા ઊભા થઈ જશે

Rudra
By Rudra 3 Min Read

ભૂત-પ્રત હોય છે કે નહીં, તેના પર દુનિયા ભરમાં અલગ અલગ વાતો સાંભળવા મળે છે, પરંતુ આત્માઓ અને રહસ્યમયી શક્તિઓની કહાનિયો હંમેશા લોકોને રોમાંચિક અને ડરાવતી રહે છે. એવામાં કલ્પના કરો કે, જો કોઈ એવો દાવો કરે કે, તે અડધી રાતે આત્માઓ સાથે વાત કરી શકે છે અને તેની વાતો પણ સાંભળે શકે છે! સાંભળીને રૂંવાડા ઊભા થઈ જશે, ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતી 54 વર્ષની કેટરિના લિગાટોના લોકો ઘોસ્ટ વ્હિસ્પરર કહે છે. તેનો દાવો છે કે, આત્માઓ તેને પોતાની મોતના ઘાવ પણ બતાવે છે, અને એક વાર તો એક રાક્ષસી શક્તિએ તેના પર હુમલો પણ કર્યું હતુ.

કેટરિનાનું કહેવું છે કે તેમણે પ્રથમ આત્માને માત્ર 3 વર્ષની ઉમરે જ જોઇ હતી. ઘરે એકાંત અનુભવાતી હતી, તેથી જ્યારે એક આત્મા તેમની સાથે રમવા લાગી, ત્યારે તેમને ડર લાગ્યો નહીં. તેઓ કહે છે કે તે આત્મા હંમેશાં સ્મિત કરતી હતી. સ્કૂલના દિવસોમાં એક બીજી આત્મા તેમના પાછળ-પાછળ ફરતી હતી, જે ખૂબ ઉદાસ અને ગૂંચવણભરી લાગતી હતી. તે કેટરિનાને વારંવાર ઘરનો રસ્તો પૂછતી, પરંતુ જવાબ ન મળતાં કેટરિના પરેશાન થઈ જતી. એક દિવસ ગુસ્સામાં તેમણે તેને કહ્યું કે તે મરી ચૂકી છે—અને ત્યાર બાદ તે આત્મા ક્યારેય જોવા મળી નથી.

કેટરિના માને છે કે ઘણીવાર આત્માઓની હાજરીએ તેમને ડરાવી દીધા છે. કેટલીક આત્માઓ તેમને પોતાની મૃત્યુના ઘાવો બતાવતી—કોઈને ગોળી લાગી હતી, કોઈ અકસ્માતમાં મૃત્યુ પામેલું, તો કોઈની હત્યા થઈ હતી. આ બધું જોઈ તેઓ ડરી જતી, રડી પડતી અને ત્યાંથી ભાગી જતી. જેમ જેમ તેઓ મોટી થતી ગઈ, તેમણે આત્માઓને અવગણવાનો પ્રયાસ કર્યો, પણ સફળ ન થઈ શકી. 15 વર્ષની વયે તેમણે આધ્યાત્મિક તાલીમ શરૂ કરી. તેમની ગાઇડ્સ અને દેવદૂતોએ તેમને શીખવ્યું કે તેઓ પોતાની આ ક્ષમતા દ્વારા બીજાઓને કેવી રીતે મદદ કરી શકે. ત્યારબાદ તેઓ વ્યાવસાયિક મિડિયમ બની ગઈ.

આજે કેટરિનાને ‘ધ ઑસ્ટ્રેલિયન ઘોસ્ટ વિસ્પરર’ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ લોકોને તેમના મૃત્યુ પામેલા પ્રિયજનો સાથે જોડવામાં મદદ કરે છે અને ભૂતિયા જગ્યાઓ પર જઈને પોતાના અનુભવ શેર કરે છે. એકવાર એક રાક્ષસી આત્માએ એક બાળક પર કબજો કરી લીધો હતો અને તે આત્માએ કેટરિનાને બચકું પણ ભર્યું હતુ. જોકે હવે તેમને પહેલા જેટલી આત્માઓ દેખાતી નથી. તેઓ કહે છે કે હવે તેઓ ફક્ત ભટકેલી આત્માઓને પરલોકમાં મોકલવા અથવા કોઈ ક્લાયંટ સુધી સંદેશો પહોંચાડવા માટે જ તેમની સાથે જોડાય છે. પોતાની આ ક્ષમતાને તેઓ એક વર્દાન માને છે, જેમાંથી તેમને ઘણા લોકોને મદદ કરવાનો મોકો મળ્યો છે.

 

 

 

 

TAGGED:
Share This Article