તાજેતરમાં જ કરવામા આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે અમારા દિમાગ સૌથી તેજ અને શાર્પ એ વખતે રહે છે જ્યારે અમારી વિચારધારા હકારાત્મક રહે છે. સકારાત્મક મનૌવિ૫ાનના શોધ કરનાર શોન એકારે પોતાના પુસ્તક ધ હેપ્પીનેસ એડવાન્ટેજમાં સાફ શબ્દોમાં વલખ્યુ છે કે ખુશી સફળતાની ચાવી તરીકે છે. ખુશી અને આશાવાદથી સિદ્ધીઓમાં વધારો થાય છે. જીવનને સુપરચાર્જ રાખી શકાય છે. અમારી આસપાસ કેટલીક એવી ચીજો હોય છે જે અમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જરૂર માક્ષ તેમને શોધી કાઢવાની અને તેને અમલી કરવાની હોય છે.
જો કોઇ કામ ખુશી સાથે કરવામાં આવે તો સફળતા મળતાની સંભાવના વધી જાય છે. જાણકાર તબીબો કહે છે કે વર્ષમાં એક વખત ડાયાબિટીસ અને હાર્ટ રોગની ચકાસણી ચોક્કસપણે કરાવી લેવી જોઇએ. હિમોગ્લોબિન, કોલેસ્ટ્રોલ અથવા તો બ્લડ ગ્લુકોઝ માટે લોહીની ચકાસણી કરાવી લેવી જોઇએ. લિવર, કિડની, થાઇરોઇડ ફ્ક્શનની તપાસ કરાવી લેવી જોઇએ. ૪૦થી વધારે વયના લોકોને નિયમિત રીતે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી અથવા તો ઇસીજી કરાવવાની જરૂર હોય છે. જે લોકોના પરિવારમાં હાર્ટ રોગ અથવા તો ડાયાબિટીસ અથવા તો હાયપરટેન્શન જેવી તકલીફ રહેલી છે તે લોકોએ તો સાવધાની વધારે રાખવી જોઇએ.
તબીબોનુ કહેવુ છે કે કેટલાક લોકોને તો ૨-૩ વર્ષમાં ટ્રેડ મિલ ટેસ્ટ કરાવવાની જરૂર હોય છે. દાંત અને આંખોની પણ તપાસ નિયમિત કરાવી લેવી જાઇએ. મહિલાઓએ નિષ્ણાંત મહિલા તબીબોની સલાહ લેવી જોઇએ. હાર્ટની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે. હાર્ટને સ્વસ્થ રાખવા માટે કેટલાક નવા પ્રયોગ પણ કરવા જોઇએ. દાળખાંડમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે અમારા શરીર માટે લાભ દાયક હોય છે. તેમાં મેગ્નીઝ હોય છે. જેના કારમે કાર્બોહાઇડ્રેટ્સ ના પાચનમાં મદદ મળે છે. તે શરીરમાં કેÂલ્શયમને ખેંચીને બ્લડ શુગરને નિયમિત કરવામાં મદદ કરે છે.
શોધ દર્શાવે છે કે દાળખાંડના બૈડ એલડીએલ કોલેસ્ટ્રોલ સાથે જોડાણ રાખે છે. ડાયટિશિયન લોકોનુ કહેવુ છે કે દાળખાંડને ચા અથવા તો કોફીમાં મિલાવીને પીવાથી લાભ થાય છે. નિષ્ણાંતો કહે છે કે કેટલીક બાબતોને ના કહેવાથી પણ ફાયદો થાય છે. પુસ્તક નો ૨૫૦ વેજ ટુ સે ઇટ માં કહેવામાં આવ્યુ છે કે દરેક વખત લોકોને ખુશ કરવાની કોઇ જરૂર નથી. તેમનુ કહેવુ છે કે મોટા ભાગે હા પાડનાર લોકો પોતાનાથી નાખુશ હોય છે. અથવા તો નારાજ હોય છે. કારણ કે તેમને લાગે છે કે જેમ કે તેઓ કોઇ જાળમાં ફસાઇ ગયા છે. ઇન્કાર કરીને તમે પોતાના સમયને બચાવી શકો છો. બ્રિટીશ જર્નલ ઓફ ન્યુટ્રિશનમાં પ્રકાશિત કરવામાં આવેલા એક લેખમાં કહેવામાં આવ્યુ છે કે જે સગર્ભા મહિલાઓમાં વિટામિન ડીનુ સ્તર ઓછુ હોય છે તેમના બાળકોમાં પ્રી સ્કુલિંગના ગાળા દરમિયાન સામાજિક અને માનસિક યોગ્યતા પર નકારાત્મક પ્રભાવ જોવા મળે છે. જેથી તાપમાં સમય ગાળવામાં આવે તે જરૂરી છે. ફોર્ટિફાઇડ દુધ અને દાળને પોતાના ભોજનમાં સામેલ કરવાથી ફાયદો થાય છે.
દરેક ઘરના રસોડામાં મળનાર મેથી દાણા પ્રોટીન સોલ્યુબલ પાઇબર અને ઓમેગા -૩ ફેટી એસિડ ધરાવે છે. તેમાં મળનાર પાઇબર ગ્લુકોઝ ચુસી લેવાની પ્રક્રિયાને ઓછી કરી નાંખે છે. જો ભોજનમાં ૨૫ ગ્રામ મેથી દાણાને સામેલ કરવામાં આવે તો પરિણામ સારા મળે છે. અમેરિકાના નેશનલ એસોસિએશન ઓફ મ્યુઝિક મર્ચેન્ટસ ફાઉન્ડેશનના કહેવા મુજબ સંગીત સાંભળવાના પણ કેટલાક ફાયદા રહેલા છે. સંગીત સાંભળવાથી અલ્ઝાઇમર અને ડિમેન્શિયાના દર્દીઓની યાદ શક્તિ વધી જાય છે. તેમાં વયની મર્યાદાને તોડવાની ક્ષમતા વધારે હોય છે. સ્વસ્થ રહેવા માટેના કેટલાક રાજ છે. જો કે અમારી આસપાસ એવી ચીજો હોય છે જે સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. તેમને શોધી કાઢીને ઉપયોગ કરવામાં આવે તો લાભ થાય છે. પાણી ઉપયોગમાં વધારે કરવાથી લાભ થાય છે. પાણી આપની સ્કીનને પોષણ આપે છે. પાણી આપના દિમાગને તેજ કરે છે. સ્વસ્થ વ્યક્તિને દિવસમાં ત્રણ લીટર પાણીનો ઉપયોગ કરવો જાઇએ. લાંબા સમય પાણી ન પીવાથી યાદશક્તિને અસર થાય છે.