આ કાકાની નમકીન વેચવાની ગજબ સ્ટાઈલ તો કચા બદામ’વાળાને પણ પછાડે એવી  છે 

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસથી એકથી એક ચઢિયાતા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. પરંતુ તેમાં કચા બદામવાળા ચાચાજી પણ ખુબ ચર્ચા રહ્યા હતા. તેમની મગફળી વેચવાની સ્ટાઈલ લોકોને એટલી પસંદ આવી કે તેમને સ્ટાર બનાવી દીધા. કચા બદામવાળા ભુવને ત્યારબાદ ઘણા મોટા યુટ્યૂબ સ્ટાર્સ સાથે પણ કામ કર્યું અને સારી આવક કરી. જોકે, હાલ સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ છે તેને જોઈ ભુવનના કચા બદામ પણ ભૂલી જશો. વાયરલ વીડિયોમાં જોવા મળતા કાકા એવી સ્ટાઈલમાં ગાઈને નમકીન વેચી રહ્યા છે કે કોઈપણ તેમના ફેન થઈ જશે. આ વીડિયોમાં તેમની નમકીન વેચવાની રીત એટલી રમૂજી અંદાજ અને અલગ છે કે જોઈને ખુશ થઈ જશો.

વાયરલ થઈ રહેલો આ વીડિયો લગભગ ૪૫ સેકન્ડનો છે. તેમાં જોઈ શકો છો કે, કાકા બજાજ ચેતક સ્કૂટર પર બેઠા છે અને તેમના માથા પર વેસ્ટર્ન સ્ટાઈલની ટોપી છે. ત્યારે તેઓ તેમના મોઢામાંથી એવો અવાજ કાઢે છે જેમ કે કોઈ મ્યૂઝિકલ ઇક્વિપમેન્ટ વગાડી રહ્યું હોય. નમકીન વેચતા કાકાની આ સ્ટાઈલ જોઈ કોઈપણ કચા બદામવાળા ભુવનની સ્ટાઈલ ભૂલી જશે. વીડિયો ઇન્સ્ટાગ્રામ પર giedde નામના પેજ પર પણ અપલોડ કરવામાં આવ્યો છે. જે લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

Share This Article