ઇન્ટરનેટ વગર ચાલશે આ ટ્રેકિંગ ડિવાઇસ…

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

તમે ઘણા ટ્રેકિંગ ડિવાઇસ જોયા હશે જેનાથી તમે કોઇને ટ્રેક કરી શકો. શું તમે એવું સાંભળ્યું છે કે ઇન્ટરનેટ વગર કોઇ ટ્રેકિંગ ડિવાઇસ કામ કરે..પરંતુ હવે આ શક્ય છે કે તમે ઇન્ટરનેટ વગર ટ્રેક કરી શકશો.

અમેરિકાના સ્ટાર્ટ અપ લિંકે એક ટ્રેકિંગ ડિવાઇસ બનાવ્યુ છે, જેના દ્વારા હાલના સમયમાં જ તમે કોઇ પણ વ્યક્તિને ટ્રેક કરી શકો છો. આ ડિવાઇસ ઇન્ટરનેટ વગર કામ કરશે. આ ડિવાઇસમાં 12 અલગ અલગ ડિવાઇસ કનેક્ટ કરી શકાશે. દરેક યુઝર્સને એક જ જગ્યાએ ભેગા કરવા માટે આ ડિવાઇસમાં હોમ લોકેશનનું ઓપ્શન પણ આપવામાં આવ્યું છે. આ ડિવાઇસ 5 કિલોમીટર સુધી તમને ઇન્ટરનેટ વગર ટ્રેક કરી શકશે. ફક્ત એક વાર ચાર્જ કરવાથી ડિવાઇસ 3 દિવસ સુધી ચાલશે.

માર્કેટમાં અલગ અલગ પ્રકારના ટ્રેકિંગ ડિવાઇસ ઉપલબ્ધ છે. પરંતુ તે દરેક ડિવાઇસ ઇન્ટરનેટ વગર કામ કરશે નહી. ઘણી જગ્યાએ ઇન્ટરનેટ કામ કરતું નથી તેવી જગ્યાએ બીજા ટ્રેકિંગ ડિવાઇસ કામ નહી કરે, પરંતુ આ ટ્રેકિંગ ડિવાઇસ તમે કોઇ પણ જગ્યાએ યુઝ કરી શકશો, કારણકે આ ડિવાઇસ ઇન્ટરનેટ વગર જ કામ કરે છે.

Share This Article