પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના સુંદર નગરમાં ‘વિજય સંકલ્પ રેલી’ ને સંબોધિત કરી. પીએમ મોદીએ કહ્યું કે આ વખતે હિમાચલ પ્રદેશની ચૂંટણી ખાસ છે. આ વખતે ૧૨ નવેમ્બરના રોજ પડનાર એક-એક વોટ, હિમાચલની આગામી ૨૫ વર્ષની વિકાસ યાત્રા નક્કી કરશે. અમૃતકાળના આ વર્ષોમાં હિમાચલમાં ઝડપથી વિકાસ જરૂરી છે. સ્થિર સરકર જરૂરી છે. મને ખુશી છેકે હિમાચલના લોકો, અહીંના યુવા, અહીંની માતાઓ-બહેનો આ વાતને સારી રીતે સમજી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે હિમાચલના લોકો ભાજપ સરકારની જોરદાર વાપસીનું નક્કી કરી લીધું છે. ફોજીઓની ધરતી, વીર માતાઓની આ ધરતી જ્યારે સંકલ્પ લે છે તો તેને સિદ્ધ કરીને બતાવે છે. કોંગ્રેસ માટે સરકારમાં આવવું, સરકારમાં રહેવું, રાજપાઠ ચલાવવા જેવું જ રહે છે.
હિમાચલમાં, પહાડી રાજ્યોમાં તો કોંગ્રેસ દાયકાઓ સુધી તપાસો, લટકાવો-ભટકાવોની નીતિ પર ચાલે છે. ખોટા વાયદા કરવા, ખોટી ગેરન્ટી આપવી, કોંગ્રેસની જૂની ચાલ છે. ખેડૂતોના દેવામાફીના નામે કોંગ્રેસ કઇ રીતે ખોટું બોલતી રહે છે, તેનો સાક્ષી રાખો દેશ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે દિલ્હી અને હિમાચલમાં ભાજપની સરકાર હતી તો કામ ઝડપથી ચાલી રહ્યું હતું. પરંતુ જેવી જ પાંચ તેના, પાંચ તેના ચક્કરમાં પડીગયા અને કોંગ્રેસવાળા પરત આવ્યા, બધા કામ ઠપ્પ થઇ ગયા. ભાજપ જે સંકલ્પ લે છે, તેને સિદ્ધ કરી બતાવે છે.
ભાજપે જમ્મૂ કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ હટાવવાનો સંકલ્પ લીધો, તેને સિદ્ધ કરીને બતાવ્યું. ભાજપે રામ મંદિર નિર્માણ્નો સંકલ્પ લીધો, આજ અયોધ્યામાં એટલું ભવ્ય રામ મંદિર બની રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસની સચ્ચાઇ છે કે ૨૦૧૨ માં જે ઘોષણાપત્ર તે ચૂંટણી જીત્યા, વાયદા કર્યા હતા, એકપણ કામ તેમણે કર્યું નથી
. જ્યારે ભાજપની ઓળખ છે અમે જે કહીએ છીએ તેને પુરૂ કરવામાં દિવસ રાત લગાવી દઇએ છીએ. કોંગ્રેસ ૪૦ વર્ષથી દેશના ફોજીઓને વન રેંક વન પેંશનનો વાયદો કરતી આવી હતી. પરંતુ આટલા વર્ષો સુધી કેંદ્રમાં કોંગ્રેસની સરકાર રહેવા છતાં તેણે કંઇ નવું ન કર્યું. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આઝાદી બાદ દેશનું પ્રથમ કૌભાંડ કોંગ્રેસે રક્ષા ક્ષેત્રમાં જ કર્યું હતું. ત્યારથી કોંગ્રેસની સરકાર જ્યાં સુધી રહી, ત્યાં સુધી રક્ષા સોદામાં જોરદાર દલાલી ખાધી. કોંગ્રેસ ક્યારેય ઇચ્છતી નથી કે દેશ રક્ષા હથિયારોના મામલે આર્ત્મનિભર બને.