ફ્લાયદુબઈનાં વધતા નેટવર્કમાં આ સમરમાં દસ અજોડ સ્થળ જોડાયાં

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

દુબઈ સ્થિત એરલાઈન ફ્લાયદુબઈએ 23 જૂનથી દસ અજોડ સ્થળો ખાતે ફ્લાઈટો ચલાવશે એવી ઘોષણા કરી છે. આમાં બોડરમ, માયકોનોસ, સેન્તોરિની અને તિવટ જેવાં લોકપ્રિય મોસમી ઉનાળાનાં સ્થળો ખાતે કામગીરી ફરીથી શરૂ કરવાનો અને ઈઝમિર અને પિઝા સહિત નવાં સ્થળો ખાતે ફ્લાઈટ લોન્ચ કરવાનો સમાવેશ થાય છે.

2022ના આરંભથી ફ્લાયદુબઈએ સાઉદી અરેબિયામાં તેના નવીનતમ સ્થળ અલુલા (યુએલએચ) ખાતે ફ્લાઈટ સેવા શરૂ કરવી તેમ જ ઈસ્તંબુલમાં તેના બીજા પોઈન્ટ સબીહા ગોકસેન એરપોર્ટ (એસએડબ્લ્યુ) ખાતે ફ્લાઈટ ફરીથી શરૂ કરવા સહિત તેના નેટવર્ક આપાસમાં છ સ્થળો ખાતે ફ્લાઈટો લોન્ચ કરી છે. કંપનીએ મોસમી ઉનાળાના માર્ગો સાથે દસ વધારાનાં સ્થળો ખાતે ફ્લાઈટ શરૂ કરીને 100 સ્થળો સુધી પોતાનું નેટવર્ક વધાર્યું છે.

ફ્લાયદુબઈ ખાતે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઘૈથ અલ ઘૈથે જણાવ્યું હતું કે “અમે આ ઉનાળામાં વધુ સ્થળો જોડાવા સાથે અમારું નેટવર્ક નવી ઊંચાઈએ પહોંચ્યું તે જોઈને ખુશી થાય છે. અમે છેલ્લાં થોડાં વર્ષોમાં પ્રવાસ માટે વધતી માગણીને પહોંચી વળવા માટે મોસમી માર્ગો સંચાલન કરવાનું મૂલ્યવાન હોવાનું જોયું છે. અમારું મજબૂત વેપાર મોડેલ અને વધતા કાફલાએ અમને પ્રવાસ માટે વધુ વિકલ્પો અમારા પ્રવાસીઓને ઓફર કરવામાં અને બુડાપેસ્ટ, માલદીવ્ઝ અને ઝંઝીબાર સહિત મોજૂદ માર્ગો પર ક્ષમતા ઉમેરવામાં પણ મદદ કરી છે. અમે આ સુંદર સ્થળો ખાતે અમારી કામગીરી શરૂ કરવા ઉત્સુક છીએ, જે અમારા નેટવર્કમાં યુએઈ અને આસપાસથી પ્રવાસ કરતા પ્રવાસીઓ માટે તેટલાં જ લોકપ્રિય છે.”

ફ્લાયદુબઈએ વીતથી વધુ સ્થળે મધ્ય અને પૂર્વીય યુરોપમાં વર્ષોનાં વહાણાં વીતવા સાથે તેનું નેટવર્ક વધાર્યું છે, જેમાં લોકપ્રિય શહેરો બેલગ્રેડ, બુડાપેસ્ટ, જુબજાના, પ્રાગ, નેપલ્સ, સારાજેવો સાલ્ઝબર્ગ અને વોર્સોનો સમાવેશ થાય છે. ઉનાળામાં કંપનીનું યુરોપમાં નેટવર્ક ડુબ્રોવનિક, માયકોનોસ, પિઝા, સેન્તોરિની, તિવટ વગેરે ખાતે ફ્લાઈટ શરૂ કરવા સાથે ઓર વધશે.

ફ્લાઈટ્સના લોન્ચ વિશે બોલતાં ફ્લાયદુબઈના કમર્શિયલ ઓપરેશન્સ અને ઈ-કોમર્સના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ જેહુન ઈફેન્ડીએ જણાવ્યું હતું કે: “અમે યુરોપમાં ઓપરેટ કરીએ તે સ્થળો ખાતેથી માગણી વધતી જોઈ છે, જેને લીધે અમે બુડાપેસ્ટ, કેટાનિયા અને સાલ્ઝબર્ગ ખાતે માર્ગો પર વધુ સાતત્યતાઓનો ઉમેરો કર્યો છે. અમે યુએઈમાં નહીં પહોંચી શકાયેલી વધુ બજારોને જોડવા અને અમારા પ્રવાસીઓને વિશ્વસનીય અને આરામદાયક અનુભવ આપવા માટે કટિબદ્ધ છીએ. અમારા મોટા ભાગના કાફલામાં ઉપલબ્ધ બહેતર કેબિન પ્રોડક્ટમાં બિઝનેસ ક્લાસમાં ફ્લેટ- બેડ સીટ્સ અને ઈકોનોમી ક્લાસમાં વધુ આરામદાયક સીટનો અર્થ વધુ લોકો અમે ઓફર કરીએ છીએ તે આ ઉનાળામાં પ્રદેશના અમુક સૌથી આકર્ષક પર્યટન સ્થળોને ઉત્તમ મૂલ્યમાં માણી શકશે.”

2018માં આરંભથી હોલીડેઝ બાય ફ્લાયદુબઈ ઓનલાઈન પોર્ટલ ગ્રાહકો માટે બ્રાઉઝ કરવા અને પ્રી- પેકેજ્ડ સંલગ્નિત સેવાઓ ઉમેરવાના વિકલ્પ સાથે ફ્લાઈટ્સ અને હોટેલો સહિત તેમનાં હોલીડે પેકેજ બુક કરવા ગ્રાહકો માટે એક છત હેઠળ મંચ બનાવ્યું છે. હોલીડેઝ બાય દુબઈ હવે ફ્લાયદુબઈ નેટવર્કમાં 50 સ્રોતની બજારોમાંથી કિફાયતી પેકેજીસ અને 10,000થી વધુ હોટેલોની ઓફર કરે છે, જેમાંથી ગ્રાહકો મનગમતી પસંદ કરી શકે છે. ફ્લાયદુબઈના પ્રવાસીઓ તેમના આગામી ઉનાળાના પ્રવાસ નિયોજન માટે ફ્લાયદુબઈ પેકેજીસ દ્વારા સ્પર્ધાત્મક હોલીડેઝનો લાભ લઈ શકશે.

23મી જૂન, 2022થી આરંભ કરતાં દસ સ્થળો માટે ફ્લાઈટની વિગતોઃ

એરપોર્ટ કોડસ્થળદેશઆરંભ તારીખસાતત્યતા
1BUSબાટુમીજ્યોર્જિયા23 જૂન – 16 સપ્ટેમ્બર04 સાપ્તાહિક ફ્લાઈટ્સ
2TIVતિવટમોન્ટેનેગ્રો24 જૂન – 16 સપ્ટેમ્બર02 સાપ્તાહિક ફ્લાઈટ્સ
3DBVડુબ્રોવનિકક્રોએશિયા23 જૂન – 02 ઓક્ટોબર03 સાપ્તાહિક ફ્લાઈટ્સ
4CTAકેટાનિયાઈટાલી24 જૂન03 સાપ્તાહિક ફ્લાઈટ્સ
5BJVબોડરમટર્કી23 જૂન – 17 સપ્ટેમ્બર03 સાપ્તાહિક ફ્લાઈટ્સ
6JMKમોયકાનોસગ્રીસ24 જૂન – 18 સપ્ટેમ્બર03 સાપ્તાહિક ફ્લાઈટ્સ
7JTRસેન્તોરિનીગ્રીસ24 જૂન – 18 સપ્ટેમ્બર03 સાપ્તાહિક ફ્લાઈટ્સ
8TZXટ્રેબઝોનટર્કી23 જૂન – 11 સપ્ટેમ્બર04 સાપ્તાહિક ફ્લાઈટ્સ
9PSAપિઝાઈટાલી24 જૂન03 સાપ્તાહિક ફ્લાઈટ્સ
10ADBIzmirTurkey26 June – 14 September03 સાપ્તાહિક ફ્લાઈટ્સ

સંપૂર્ણ ટાઈમટેબલ માટે કૃપા કરી વિઝિટ કરોઃ https://www.flydubai.com/en/plan/timetable

હોલીડેઝ બાય ફ્લાયદુબઈ વિશે વધુ જાણકારી માટે કૃપા કરી વિઝિટ કરોઃ  https://holidays.flydubai.com/en/

વિધિસર ફ્લાયદુબઈ એપ flydubai.com પર ફ્લાઈટ્સ બુક કરી શકાશે. દુબઈમાં સંપર્ક કેન્દ્ર (+971) 600 54 44 45, ફ્લાયદુબઈ ટ્રાવેલ શોપ્સ અથવા અમારા ટ્રાવેલ પાર્ટનર્સ થકી પણ બુક કરી શકાશે.

Share This Article