અમદાવાદ: એર પ્યુરિફિકેશન અને પર્યાવરણ પર એકાગ્રતા સાથે અગ્રણી કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ કંપની ઈન્ટેક્સ ટેકનોલોજીઝ દ્વારા આજે એર કંડિશનર્સની નવી રેન્જ લોન્ચ કરવામાં આવી હતી, જે ગ્રાહકોને પર્યાવરણ અનુકૂળ રેફ્રિજરન્ટ્સ R410a અને R32ના ઉપયોગ સાથે હેલ્થી કૂલિંગ આપે છે.
ગયા વર્ષે અમે એર કંડિશનર્સમાં પ્રવેશ કર્યો ત્યારથી બજારમાં ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે અને આ વર્ષે ઈન્ટેક્સે ગ્રાહકોને હેલ્થી કૂલિંગ અનુભવ આપવા માટે એર પ્યુરિફિકેશન અને પર્યાવરણ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે વિવિધ પ્રકાર રજૂ કર્યાં છે. ગ્રાહકલક્ષી અભિગમ ધરાવવા સાથે આ પર્યાવરણ અનુકૂળ રેન્જ એનર્જી એફિશિયન્ટ અને ઈફેક્ટિવ હોવા ઉપરાંત સ્ટાઈલ અને એસ્થેટિક્સમાં પણ ઉચ્ચ છે. કન્ઝયુમર ડ્યુરેબલ્સમાં એર કંડિશનર્સ બહુ ઓછી પહોંચાયેલી શ્રેણી છે અને ઈન્ટેક્સ ટિયર 2 અને 3 શહેરોમાં સ્થાપિત બ્રાન્ડ હોઈ નિશ્ચિત જ તેની પર્યાવરણ અનુકૂળ એફોર્ડેબલ રેન્જ સાથે છાપ છોડશે, એમ ઈન્ટેક્સ ટેકનોલોજીઝના ડાયરેક્ટર નિધિ માર્કેંડેયે જણાવ્યું હતું.
આ પર્યાવરણ અનુકૂળ એર કંડિશનર્સ ત્રણ શ્રેણીમાં 14 મોડેલમાં આવે છે, જેમાં ઈન્ટેક્સ ઈન્વર્ટર સ્પ્લિટ એસી, ઈન્ટેક્સ ફિક્સ્ડ સ્પ્લિટ એસી અને ઈન્ટેક્સ વિંડો એસીનો સમાવેશ થાય છે. એફિશિયન્ટ, ઈફેક્ટિવ અને ઈકોનોમિકલ રેન્જ રૂ. 19,000થી રૂ. 35,000ની એફોર્ડેબલ કિંમતે મળશે.
બોલાવૂડની રાણી માધુરી દીક્ષિત ઈન્ટેક્સ એર કંડિશનર્સ માટે બ્રાન્ડ એમ્બેસેડર છે અને તે શ્રેણીબદ્ધ બ્રાન્ડ પ્રમોશન્સ અને એક્ટિવેશન્સમાં જોવા મળશે.
ખાસ ભારતીય હવામાન માટે નિર્મિત ઈન્ટેક્સ એર કંડિશનર્સ અનોખી ટેકનોલોજી સાથે આવે છે, જે 4 સ્તરીય એર પ્યુરિફિકેશન અને પીએમ 2.5 ફિલ્ટ્રેશન સાથે આવે છે, જે એન્ટી- કોરોઝિવ મટીરિયલની મજબૂત સપાટી સાથે ઈવાપોરેટર અને કન્ડેન્સરનું આયુષ્ય પણ વધારે છે. 4 સ્તરીય પ્યુરિફિકેશનમાં પ્રી- ફિલ્ટર (ડસ્ટ ફિલ્ટર), ફાઈન ફિલ્ટર (પીએમ4 ફિલ્ટર), હેપા ફિલ્ટર મિડિયા (પીએમ 0.3 સુધી) અને એક્ટિવેટેડ કાર્બન ફિલ્ટરનો સમાવેશ થાય છે.
મોડેલો પર્યાવરણ અનુકૂળ રેફ્રિજરન્ટ R410એ અને R32 ગેસીસનો ઉપયોગ કરે છે અને એન્ટી- રસ્ટ કોટિંગ સાથે 100 ટકા કોપર બોડી સાથે આવે છે. ઈન્ટેક્સ એસીની ઉત્કૃષ્ટ ટેકનોલોજી E3 ચિલ પરિમાણ- એફિશિયન્ટ, ઈફેક્ટિવ અને ઈકોનોમિકલ સાથે ગ્રાહકોની ખર્ચ સતર્કતાને સ્પર્શ કરીને એનેબ્લર તરીકે કામ કરે છે.
ઈન્ટેક્સ એર કંડિશનર્સના બધા પ્રકારમાં 5 વર્ષની વ્યાપક વોરન્ટી ધરાવવા સાથે ગુણવત્તાની ખાતરી રાખે છે. એપ્રિલ 2018ના આરંભથી નવા સ્ટાર રેટિંગને આદારે ફિક્સ્ડ સ્પ્લિટ એસી મોડેલો 2 સ્ટાર અને 3 સ્ટાર રેટેડ રહેશે, ઈન્વર્ટર સ્પ્લિટ એસી મોડેલો 3 સ્ટાર અને 5 સ્ટાર રેટેડ રહેશે અને વિંડો એસી મોડેલો 3 સ્ટાર અને 5 સ્ટાર રેટેડ રહેશે.
2016થી કન્ઝયુમર ડ્યુરેબલ પોર્ટફોલિયોના વિસ્તરણના ભાગરૂપ ઈન્ટેકસે તેના પોર્ટફોલિયોમાં રેફ્રિજરેટર્સ અને એર- કૂલર્સની શ્રેણી ઉમેરી છે, તેની એલઈડી ટીવીની રેન્જ 4કે ટીવી સાથે સ્માર્ટ એલઈડી ટીવી સાથે બહેત રબનાવી છે, ફુલ્લી- ઓટોમેટિક મોડેલો સાથે વોશિંગ મશીનો સાથે એર પ્યુરિફાયર્સ અને કરન્સી કાઉન્ટિંગ મશીન્સ જેવી નવી પ્રોડક્ટો રજૂ કરી છે. એકંદરે કન્ઝયુમર ડ્યુરેબલ પોર્ટફોલિયોમાં પ્રોડક્ટ શ્રેણીની સંખ્યા 9 થઈ છે.
મોડેલ | ઈન્વર્ટર એસી (1 ટન અને 1.5 ટન) | ફિક્સ્ડ એસી (1 ટન- 2 ટન) |
સ્ટાર રેટિંગ | 3 સ્ટાર | 2 સ્ટાર અને 3 સ્ટાર |
ફિલ્ટર |
4 સ્તરીય એર પ્યુરિફિકેશન ફિલ્ટર, પીએમ 2.5 ટ્વિન ફિલ્ટર | 4 સ્તરીય એર પ્યુરિફિકેશન ફિલ્ટર, પીએમ 2.5 ટ્વિન ફિલ્ટર |
યુએસપી |
– 40 ટકા સુધી ઊર્જા બચત
– 99 ટકા વાયુ પ્રદૂષકો, જીવાણુ, વાઈરસ દૂર કરે છે. – ઈન્ટેલિજન્ટ ઓટો રિસ્ટાર્ટ – એન્ટી- રસ્ટ કોટિંગ સાથે 100 ટકા કોપર – પર્યાવરણ અનુકૂળ રેફ્રિજરન્ટ 410એ – ઊર્જા કાર્યક્ષમ – લો સાઉન્ડ સ્તર – બ્લુ ફિન ઈવા – બ્લુ ફિન કોન્ડ – ઓટો ક્લીન – હિડન ડિસ્પ્લે
|
– 40 ટકા સુધી ઊર્જા બચત
– 99 ટકા વાયુ પ્રદૂષકો, જીવાણુ, વાઈરસ દૂર કરે છે. – ઈન્ટેલિજન્ટ ઓટો રિસ્ટાર્ટ – એન્ટી- રસ્ટ કોટિંગ સાથે 100 ટકા કોપર – પર્યાવરણ અનુકૂળ રેફ્રિજરન્ટ 410એ – ઊર્જા કાર્યક્ષમ – લો સાઉન્ડ સ્તર – બ્લુ ફિન ઈવા – બ્લુ ફિન કોન્ડ – ઓટો ક્લીન – હિડન ડિસ્પ્લે |
કોમ્પ્રેશર વોરન્ટી (વર્ષ) | 5 | 5 |
કન્ડેન્સર વોરન્ટી (વર્ષ) | 5 | 5 |
પ્રોડક્ટ વોરન્ટી (વર્ષ) | 5 | 5 |