પ્રોજેક્ટથી કંડલા પોર્ટ ખાતે અધધ…ધ..ધ..135+ મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ (MMTPA)ની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ઉમેરાશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભાવનગરથી દીનદયાળ પોર્ટ ઓથોરિટી (કંડલા)ના ₹2,400 કરોડના પરિવર્તનાત્મક પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો, જેમાં સામેલ છે: ટુના-ટેકરા ખાતે મલ્ટી-પરપઝ કાર્ગો બર્થનો વિકાસ, ગ્રીન બાયો-મિથીનોલ પ્લાન્ટની સ્થાપના,પોર્ટ વિસ્તારની સુરક્ષા માટે સ્ટેટિક એન્ટી-ડ્રોન ટેકનોલોજી સિસ્ટમ,માર્ગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર, ઓઈલના જેટ્ટી અને વિવિધ નાગરિક કાર્યો
કંડલા મેગા પોર્ટ ટર્મિનલ : આ અવસરે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને દીનદયાળ પોર્ટ ઓથોરિટી (ડીપીએ)ના અધ્યક્ષ શ્રી સુશિલકુમાર સિંહ (આઈઆરએસએમઈ) દ્વારા આવનારા કંડલા મેગા પોર્ટ ટર્મિનલ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી.6 કિ.મી. વોટરફ્રન્ટ ધરાવતો આ પ્રોજેક્ટ 135+ મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ (MMTPA)ની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ઉમેરશે.
આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ભારતની સમુદ્રી ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે અને વૈશ્વિક વેપારમાં દેશની ભૂમિકા મજબૂત બનાવશે. ભાવનગર ખાતેના કાર્યક્રમમાં શિપિંગ રાજ્ય મંત્રી શ્રી રાજ , ડી.પી.એ ઉપાધ્યક્ષ નીલાભ્ર દાસ ગુપ્તા, શિપિંગ સચિવ શ્રી રામચંદ્રન , નેશનલ શિપિંગ બોર્ડના સભ્ય રાહુલ મોદી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસર પર “સમુદ્ર સે સમૃદ્ધિ” કાર્યક્રમનું લાઈવ સ્ક્રીનિંગ ગાંધીધામ ખાતે સ્થિત એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ બિલ્ડિંગમાં પણ આયોજિત કરાયું. પ્રસંગે માનનીય સાંસદ (કચ્છ) શ્રી વિનોદભાઈ ચાવડા, માનનીય ધારાસભ્ય (ગાંધીધામ) શ્રીમતી માલતીબેન મહેશ્વરી, પોર્ટના વરિષ્ઠ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. વિકસિત ભારત તરફનું એક પગલું હેઠળ જાહેર થયેલા આ પ્રોજેક્ટ્સ સમુદ્રી ક્ષેત્રના પરિવર્તનની દિશામાં મહત્વપૂર્ણ છે. સસ્ટેનેબિલિટી સાથે સ્કેલ અને ગ્રીન એનર્જી સાથે પોર્ટ આધુનિકીકરણને જોડતા આ પ્રયત્નો માનનીય પ્રધાનમંત્રીના 2047 સુધી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં કૅટાલિસ્ટ સાબિત થશે.