વિશ્વમાં હવામાનને લઇને અનેક દૂર્લભ ઘટનાઓ ઘટતી રહે છે. હવામાનમાં બદલાવ લાવતા વાવાઝોડના દ્રશ્યો આશ્ચર્યજનક હોય છે. હાલમાં જ, આવી જ એક દૂર્લભ ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ છે, જેણે ઇંટરનેટ વિશ્વને ખૂબ જ આશ્ચર્યચકિત કરી દીધુ છે.
૨૭ વર્ષના પીટર માયર સ્વીત્ઝર્લેન્ડના રહેવાસી છે, જેઓ એ આ દૂર્લભ ઘટનાને કેમેરામાં કેદ કરી હતી. જ્યારે એક થંડરસ્ટ્રોમ હજારો લિટર પાણી અલ્પાઇન લેકમાં ઠાલવી રહ્યું હતુ ત્યારે જવલ્લે બનતી ઘટનાને કેમેરામાં કેદ કરવામાં માયરને સફળતા મળી હતી. હવામાનનની આ ઘટનાને વેટ માઇક્રોબર્સ્ટ તરીકે ઓળખાય છે અને તે ત્યારે શક્ય બને છે જ્યારે નીચેની પ્રચંડ હવા થંડરસ્ટ્રોમ સાથે અથડાય છે.
માયરેને આ વીડિયો ઓલ્ટ્રેલિયામાં હોટેલ લેક મિલસેટ્ટની ટેરેસ પરથી કેમેરામાં રેકોર્ડ કર્યો હતો. તેમના કહેવા મુજબ આ ઘટના સુનામી ફ્રોમ હેવન જેવી દેખાતી હતી અને આપણે તેની સાથે કોઇ દલીલ કરી શકતા નથી. આ વીડિયોને ફેસબુક પર શેર કરવામાં આવ્યો છે, જે લાખો વખત જોવાઇ ચૂક્યો છે.
માયર એક પર્વતારોહી છે જે હંમેશા પોતાની પાસે ઘણા કેમેરા રાખે છે અને આવા અદભુત શોટ્સ લેવા તૈયાર હોય છે અને આ વખતે તે ચોક્કસથી સફળ થયા છે.