આ વ્યક્તિએ ડેટિંગ એપ પર પ્રેમ શોધવના ચક્કરમાં ૧૪ કરોડ રૂપિયા ગુમાવ્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

હાલના સમયમાં સાઈબર અપરાધોના સમાચારોમાં વધારો જોવા મળી રહ્યો છે. એસએમએસ, સોશિયલ મીડિયા કે અન્ય વેબસાઈટોના માધ્યમથી સ્કેમર્સ લોકોની પરસેવાની કમાણીને લૂટવાની નવી નવી રીતો શોધી રહ્યા છે. એક અન્ય વિચિત્ર ઘટનામાં એક વ્યક્તિ પાસેથી ૧૪ કરોડ રૂપિયાથી વધુની ઠગાઈ કરવામાં આવી. વ્યક્તિ સાથે તેનો ટિંડર પરનો સાથી એક સાઈબર અપરાધી નીકળ્યો. તે વ્યક્તિને તેના ટિંડર ‘પ્રેમી’ દ્વારા ડિજિટલ પૈસામાં રોકાણ કરવા માટે ફોસલાવવામાં આવ્યો અને પછી મોટો ચૂનો ચોપડી દેવાયો. ફાઈનાન્શિયલ એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ  હોંગકોંગમાં રહેતા ૫૫ વર્ષના ઈટાલિયન વ્યક્તિ આ કૌભાંડનો ભોગ બન્યા છે. તેઓ ટિંડર પર કોઈને મળ્યા અને તે વ્યક્તિ સાથે એક ડિજિટલ રોમેન્ટિક સંબંધની શરૂઆત થઈ. આ જોડી વોટ્‌સએપથી સંદેશાની આપલે કરતી રહી. જો કે ત્યારબાદ ખબર પડી કે તેનો ટિંડર મેચ સિંગાપુરમાં રહેતો એક ફ્રોડ છે જે તેની સાથે મહિલા બનીને વાત કરતો હતો.

રિપોર્ટ્‌સ મુજબ આ ઘટના ફેબ્રુઆરીમાં ઘટી હતી. મળતી માહિતી મુજબ બંને વચ્ચે સંબંધ વિકસ્યા બાદ ફ્રોડ વ્યક્તિએ ડિજિટલ પૈસામાં રોકાણ કરવા માટે પીડિતને ફર્જી ટ્રેડિંગ વેબસાઈટમાં સાઈન કરવા માટે ફોસલાવ્યો. ફાઈનાન્શિયલ એક્સપ્રેસે સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટને એક સૂત્રના હવાલે કહ્યું કે પીડિતને જણાવવામાં આવ્યું હતું કે ડિજિટલ પૈસામાં રોકાણ કરવાથી સારું રિટર્ન મળી શકે છે.  રિપોર્ટમાં આગળ ખુલાસો કરાયો છે કે તે વ્યક્તિએ નવ અલગ અલગ બેંક ખાતામાં કુલ ૧૪.૨ મિલિયન હોંગકોંગ ડોલર ટ્રાન્સફર કર્યા, જે ભારતીય ચલણમાં ૧૪ કરોડ રૂપિયાથી વધુ છે. પોલીસે ખુલાસો કર્યો કે ૬ માર્ચથી ૨૩ માર્ચ વચ્ચે ૨૨થી વધુ લેવડદેવડમાં આ રકમ કાઢવામાં આવી હતી. પૈસા પાછા નહીં મળતા પીડિતને કઈક ગડબડ થયાનો અહેસાસ થયો અને ત્યારબાદ તેણે પોલીસનો સંપર્ક કર્યો.

Share This Article