આ વ્યક્તિએ આખી રાત પીધો દારુ, સવારે હેંગઓવરમાં કરી ઉલ્ટીઓ… અચાનક હાર્ટ અટેક આવતા મોત થઈ ગયું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મિત્રો સાથે આખી રાત દારુની પાર્ટી બાદ સવાર સવારમાં હૈંગઓવર અથવા ઉલ્ટી આવવી સામાન્ય બાબત છે. પણ શું આપને ખબર છે કે, હૈંગઓવર અને તેનાથી થતી વોમેટિંગથી મોત પણ થઈ શકે છે. તો વળી દારુનું સેવન ભાંગ અથવા અન્ય નશીલા પદાર્થોથી ભેળવીને કોકટેલ બનાવવું ક્યારેક જીવલેણ પણ સાબિત થાય છે. કેટલાય દેશોની બારમાં આવી કોકટેલ આપવામાં આવે છે. કોકટેલ પીવાથી મોતના એક સમાચાર ગ્રેટર મેનચેસ્ટરના બૂરીમાંથી આવી રહી છે. ગ્રેટર મેનચેસ્ટરના રહેવાસી ૨૭ વર્ષિય જોશુઆ કેરફુટ ભાંગનું નિયમિત સેવન કરતો હતો, પણ ગત વર્ષે ઓક્ટોબરમાં રાતે પાર્ટી કર્યા બાદ જોશુઆ સવારે અસ્વસ્થ અનુભવી સતત ઉલ્ટીઓ કરવા લાગ્યો, જ્યારે ડોક્ટર પાસે સારવાર કરાવવા પહોંચ્યો તો, હેંગઓેવર સમજીને સારવાર કરી, અને થોડી વારમાં તો તેની હાલત ખરાબ થવા લાગી.

એક અઠવાડીયા બાદ તેનું મોત થઈ ગયું. ડોક્ટરે જ્યારે તેની મેડિકલ હિસ્ટ્રી ચેક કરી તો, તેને હાઈપરમેસિસની પણ બીમારી હતી. જો કે, બીજા દિવસે કેફુટાનું શરીર ઠંડી પડવા લાગ્યું , ત્યારે તેને હોસ્પિટલમાં લઈ ગયા બાદ તેને મૃત જાહેર કરી દીધો હતો. તે હાર્ટ અટેક હતો. તેના મોતનું મુખ્ય કારણ ભાંગનું સતત સેવન હતું. સ્ટડીથી જાણવા મળે છે કે, સતત તંબાકૂ અથવા મૈરિઝુઆનાનું સ્મોકિંગ કરવાથી ફક્ત કેન્સરનું જોખમ રહેતું નથી પણ હાર્ટની બીમારી પણ વધે છે. ખાસ કરીને યુવાનોમાં. જોશુઆના મોતનું કારણ નાની ઉંમરમાં ગાંજાની લત છે. ગાંજાનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી કેર્ફુટને ઉલ્ટીઓ થવા લાગી. જેનાથી તેનું મોત થઈ ગયું.

Share This Article