બર્મિંગ્હામઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડમાં પોતાની પ્રથમ ટેસ્ટ સદી ભારતને પ્રથમ ટેસ્ટમાં જાળવી રાખ્યું છે, પરંતુ કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની આ ઇનિંગ્સને એડિલેડમાં ચાર વર્ષ પહેલા રમાયેલી ૧૪૧ રનની ઇનિંગ્સ બાદ બીજા નંબરની ઇનિંગ્સ પર મુકી હતી.
એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે, એડિલેડની ઇનિંગ્સ મારા માટે વિશેષ છે. તે બીજી ઇનિંગ્સ અને અમે પાંચમાં દિવસે ૩૬૪ રનના લક્ષ્યાંકનો પીછો કરી રહ્યા હતા. કોહલીએ કહ્યું હતું કે, અમે લક્ષ્ય હાસલ કરવા માંગતા હતા. આ વિચારને ખુબ જ સારુ લાગે છે અને તે ઇનિંગ્સને લઇને ખુબ જ ખુશ છું.
વિરાટ કોહલીએ એડિલેડ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી પરંતુ ભારત ૪૮ રને ટેસ્ટ હારી ગયું હતું. કોહલીએ ચાર વર્ષ પહેલા ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો જેમાં ૧૦ ઇનિંગ્સમાં માત્ર ૧૩૪ રન જ કરી શક્યો હતો.
વિરાટ કોહલીએ કહ્યું હતું કે, આ માત્ર પ્રથમ મેચમાં સદી ફટકારવાની બાત નથી, પરંતુ આ ફોર્મ જાળવી રાખવાની જરૂર છે. હું પોતાની તૈયારીઓથી ખુશ છું અને દુનિયાની બિલકુલ પરવા કરતો નથી. જેમ્સ એન્ડરસન આ વખતે પણ તેને પરેશાન કરવાના પ્રયાસો કર્યા હતા પરંતુ સફળતા હાથ લાગી ન હતી. કોહલીએ કહ્યું હતું કે, આ ખુબ જ મુશ્કેલ હતું પરંતુ હું આ પડકારને ઝીલવો ખુબ જરૂરી હતો. આ માનસિક અને શારીરિક તાકાતની પરીક્ષા હતી પરંતુ મને આનંદ છે કે, અમે તેમના સ્કોરની નજીક પહોંચ્યા છે.