વાયુ પ્રદૂષણ- આપણું શહેર વાયુ પ્રદૂષણની યાદીમાં હોય તો આપણને ચિંતા થવાની જ છે. અને, હાલમાં આ વિષય ચર્ચાનો અને ચિંતાનો છે. આપણને ખ્યાલ આવે કે નહીં, પરંતુ વાયુ પ્રદૂષણ આપણા બધાને અસર કરે છે અને કરશે. લોકો મોટે ભાગે તેમનો સમય ભીતર વિતાવે છે છતાં તે બહારી હાનિકારક પ્રદૂષકોથી તેમના રક્ષણની બાંયધરી નથી. ભીતર રહીને આપણે પ્રદૂષણને બહાર કેદ રાખીશું એવું લાગી શકે, પરંતુ હકીકતમાં આપણે પ્રદૂષણને અંદર બંધ કરીએ છીએ. એર સાયન્સની અગ્રણી હોઈ ડાયસનના એર પ્યુરિફાયર સેન્સ, કેપ્ચર અને પ્રોજેક્ટ કરીને ભીતરની હવાને શુદ્ધ કરે છે અને જીવાણુ તથા વાઈરસ સહિત 0.1 માઈક્રો જેટલા નાના કણો 99.95 ટકા સુધી કેપ્ચર કરે છે.
આ ધ્યાનમાં રાખતાં તે વસાવનારને આરોગ્યવર્ધક ભીતરની વાયુની ગુણવત્તા મળે તેમાં મદદરૂપ થવા માટે એક પગલું આગળ મૂકતાં ડાયસન તેના એર પ્યુરિફાયરના માલિકોને તેમના ગંદા ફિલ્ટર્સ નિઃશુલ્ક (નિયમો અને શરતો લાગુ) બદલી કરવા આમંત્રિતકરે છે. ફિલ્ટરો વહેલો તે પહેલો ધોરણે અપાશે. આ કેમ્પેઈનમાં ભાગ લેવા માલિકોએ નીચે મુજબ પગલાં લેવાનાં રહેશેઃ (એ) તેમના ગંદા ફિલ્ટરની તસવીર સાથે ડાયસન એર પ્યુરિફાયરના ઉપયોગનો તેમને અનુભવ પોસ્ટ કરવાનો રહેશે, (બી) ઈન્સ્ટાગ્રામ/ ફેસબિક પર dyson india ટેગ કરો, (સી) તેમનાં ઘરમાં હાનિકારક પ્રદૂષકો કેપ્ચર કરવા તેમનું નવું ફિલ્ટર પ્રાપ્ત કરવા 1800- 258- 6688 પર કોલ કરો.
ડાયસનના એન્જિનિયર વાયુ પ્રદૂષણ અને વાયુની ગુણવત્તા પર અમુક પ્રકાશ પાડતા પ્રચલિત પ્રશ્નોનો ઉત્તરો પણ આપે છે.
- શું વાયુ પ્રદૂષણ અદ્રષ્ટિગોચર અદ્રષ્ટિગોચર?
હા, પરંતુ આપણે ધૂમ્ર અથવા ધૂંધળું વાતાવરણ જોઈએ ત્યારે વાયુ પ્રદૂષણ ધ્યાન ખેંચે છે. આપણે મોટે ભાગે ભૂલી જઈએ છીએ કે દ્રષ્ટિગોચર પ્રદૂષણ હાનિકારક પ્રદૂષણનું એકમાત્ર રૂપ નથી અને નાઈટ્રોજન ઓક્સાઈડ્સ જેવા અદ્રષ્ટિગોચર વાયુ પ્રદૂષણ આખું વર્ષ મોજૂદ રહી શકે છે અને વધુ અથવા તેટલું જ જીવલેણ હોઈ શકે છે.
- જો બહાર પ્રદૂષણ હોય તો શું ભીતર રહેવું સારું હોય છે?
ઘર હંમેશાં સુરક્ષિત સ્વર્ગ હોતું નથી અને ભીતરનું વાયુ પ્રદૂષણ બહાર કરતાં પણ માઠું હોઈ શકે છે. પ્રદૂષણ રોજબરોજની પ્રવૃત્તિઓ, ઘરની અંદરબહાર કરવું, સપાટીઓનું ઉત્સર્જન થકી ભીતર ઊપજી શકે છે અને આખરે પ્રદૂષકોનું ગૂંચભર્યું કોકટેઈલ બનાવે છે. આપણે પ્રદૂષણને બહાર રાખવાના ઉદ્દેશથી આપણાં ઘરોને વધુ ને વધુ સીલ કરીએ છીએ ત્યારે વાસ્તવમાં આપણે બની શકે કે તેને અંદર લઈ રહ્યા હોય.
રોજબરોજ આપણે 9000 લિટર હવા1 શ્વાસમાં લઈએ છીએ અને બંધ દરવાજા2ની પાછળ આપણો 90 ટકા સુધી સમય વિતાવીએ છીએ. રોજની ઘરેલું પ્રવૃત્તિઓ, જેમ કે, વીઓસી(વોલેટાઈલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ) સફાઈનાં સંપૂરકો, ડિયોડરન્ટ્સ અને સુગંધી મીણબત્તીઓના ઉપયોગથી નીકળે છે, જે અમુક વધુ સામાન્ય ભીતરનાં વાયુ પ્રદૂષકોછે. અન્ય મુખ્ય ભીતરનાં વાયુ પ્રદૂષકોમાં રસોઈ અને સેન્ટ્રલ હીટિંગમાંથી નીકળતો ગેસ, માઉન્ડ, એલર્જન્સ, પરાગરજ અને પાલતુ જનાવરની રૂવાટી અથવા માસ- પ્રોડ્યુસ્ડ ફર્નિચરમાંથી ફોર્મલડિહાઈડનો સમાવેશ થાય છે. આપણે ઘરે હોઈએ કે ઓફિસમાં, આપણે સંભવિત રીતે હાનિકારક વાયુ શ્વાસમાં લેતા હોઈ શકીએ છીએ. આથી પ્રદૂષક કણો અને ઝેરી ગેસને મઢી લેવા માટે એચઈપીએ અને એક્ટિવેટેડ કાર્બન ઉલ્ટર સાથેના એર પ્યુરિફાયર રાખવાથી તમારા ઘરની ભીતર વાયુની ગુણવત્તામાં નોંધપાત્ર રીતે સુધારણા થઈ શકે છે.
- ભીતર અને બહારનાં પ્રદૂષણમાં સૌથી હાનિકારક કયું છે?
ભીતર અને બહારના પ્રદૂષણને મોટે ભાગે અલગ અલગ માનવામાં આવે છે, પરંતુ બહારનાં પ્રદૂષકો, જેમ કે, વાહનમાંથી છૂટતો ધુમાડો, પરાગરજ અને માઉલ્ડ સ્પોર્સ આપણી ભીતરની જગ્યામાં પણ પ્રવેશ કરી શકે છે. એક વાર અંદર આવ્યા પછી તે ભીતરના પ્રદૂષકો સાથે પ્રતિક્રિયા આપી શકે છે, જેને લઈ ગંદી હવાનું ગૂંચભર્યું કોકટેઈલ પેદા થઈ શકે છે. આ જ રીતે ભીતરનાં પ્રદૂષકો, જેમ કે, બળતાં લાકડાંની ધૂમ્ર અથવા રસોઈનો ધુમાડો વેસ્ટિલેશન થકી ઈમારતમાંથી બહાર નીકળી શકે છે. અંદર અને બહાર પ્રદૂષકોમાં આ ફરક છે, પરંતુ યોગ્ય જ્ઞાન સાથે આપણે ઘરની અંદર નિર્માણ થતા ઝેરી વાયુને નિવારવા માટે સરળ પગલાં લઈ શકીએ છીએ. દાખલા તરીકે, આપણે એર પ્યુરિફાયર સાથે આપણી ભીતરની હવાને કાબૂમાં લઈ શકીએ છીએ.
- શું પ્રદૂષણ મોસમી સમસ્યા છે?
આ 365 દિવસ ચાલનારી સમસ્યા છે. અલગ અલગ મોસમમાં હવામાન, તાપમાન અને માનવી પ્રવૃત્તિઓ જેવાં વિવિધ પરિબળોને લીધે અમુક પ્રદૂષકોમાં વધારો જોવા મળે છે. હવાની ગુણવત્તા કથળવી તે વૈશ્વિક સમસ્યા છે અને ભારત સૌથી વધુ અસરગ્રસ્ત દેશમાંથી એક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર દુનિયાનાં 50 સૌથી પ્રદૂષિત શહેર3માંથી એકલા ભારતમાં 37 શહેર છે, જે વાયુ પ્રદૂષણ સૌથી વધુ અવગણના કરાતોમુદ્દો છે અને આખું વર્ષ દેશમાં સ્વચ્છ વાયુ નિર્માણ થાય તે જરૂરી હોવા પર પ્રકાશ પાડે છે.
- વાયુની ગુણવત્તા આપણા જીવનને કઈ રીતે અસર કરે છે?
વાયુની ગુણવત્તા જટિલ સમસ્યા છે અને તેની અસર ઘણાં બધાં પરિબળો પર આધાર રાખે છે, જેમાં ઉંમર, સ્થળ, આરોગ્ય, વ્યક્તિ કેટલી સક્રિય છે અને સન્મુખતાનો સમય વગેરેનો સમાવેશ થાય છે. આ તો જૂજ છે !
ડાયસનમાં અમે ભીતરના વાયુ પ્રદૂષણની અસરનું સંશોધન કરવા માટે ભરપૂર સમય વિતાવીએ છીએ. રોજ આપણે 9000 લિટર વાયુ1 શ્વાસમાં લઈએ છીએ અને આપણો 90 ટકા સુધી સમય બંધ દરવાજાની2 અંદર વિતાવીએ છીએ અને તે પણ લોકડાઉન પૂર્વેની વાત છે. ભીતરના વાયુ પ્રદૂષણની ચોક્કસ તબીબી અસરનું સંશોધન ચાલુ છે ત્યારે આપણે જાણીએ છીએ કે સન્મુખતા સમય અત્યંત મહત્ત્વપૂર્ણ પરિબળ છે અને તેથી ભીતરની વાયુની ગુણવત્તા, તાર્કિક રીતે આપણો સન્મુખતા સમય વધુ હોવાથી આપણા મોટા ભાગના લોકોને અસર કરે છે.
- એક્યુક્યુઆઈ (એર ક્વોલિટી ઈન્ડેક્સ) શું છે અને એક્યુઆઈ રેન્કિંગ વિશે મારે કાળજી કરવી જોઈએ?
- આરોગ્યવર્ધક એક્યુઆઈની ખાતરી રાખવા અમુક ટિપ્સ આપશો?
આપણે બહાર શ્વાસમાં લઈએ તે હવાની ગુણવત્તા પર કાબૂ રાખવા બહુ ઓછું કરી શકીએ છીએ. જોકે આપણે આપણું ઘર પ્રદૂષણ મુક્ત રાખવા માટે અને પ્રયાસ કરવા આ ટિપ્સનું પાલન કરી શકીએ.
- ક્લીનિંગ પ્રોડક્ટોનો સૂઝબૂઝપૂર્વક ઉપયોગ કરોઃ આપણાં ઘરમાં મળી આવતાં અમુક વીઓસી કિચનની સપાટીઓ, બાથરૂમ, બારીઓ પર આપણે ઉપયોગ કરીએ તે ક્લીનિંગ પ્રોડક્ટોમાંનાં રસાયણોમાંથી વે છે. આથી નૈસર્ગિક ક્લીનિંગ પ્રોડક્ટો ઉપયોગ કરવાથી તમારી ભીતરની હવામાં વીઓસીની માત્રા ઓછી રાખવામાં મદદ થઈ શકે છે.
- નિયમિત વેક્યુમ કરોઃ તમે સોફા પરની ધૂળ ઉડાડો અથવા કુશન સાથે રમત કરો ત્યારે હવામાં ધૂળ ફાટતી જોવા મળી શકે છે. આ ધૂળ હવામાં ભીતર રહી શકે છે અને શ્વાસમાં જઈ શકે છે. જોકે ઘરમાં પર્ટિક્યુલેટ પ્રદૂષણ ઓછું કરવા નિયમિત વેક્યુમ સૌથી આસાન રીતમાંથી એક છે.
- સુગંધને મધ્યમ રાખોઃ આપણે ઘરમાં અમુક ચીજોને માણીએ છીએ, જેમ કે, સુગંધી મીણબત્તીઓ ભીતરના વાયુ પ્રદૂષણનો સ્રોત બની શકે છે. આવી મીણબત્તીઓનો મધ્યમ ઉપયોગ કરવો જોઈએ અને સાંજના સમયે કરવો જોઈએ.
- તાજી હવા અંદર આવે ત્યારે ધ્યાન રાખોઃ જો તમે ઉચ્ચ ટ્રાફિકની જગ્યા અથવા વ્યસ્ત રસ્તાની નજીક રહેતા હોય તો બારી ખોલવાથી બહારી પ્રદૂષણ, નાઈટ્રોજન ડાયોક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઈડ જેવા ગેસ તમારા ઘરમાં દાખલ થઈ શકે છે.
- રસોઈ કરવા સમયે વેન્ટિલેશનની ખાતરી રાખોઃ તેલ ગરમ કરવાથી પર્ટિક્યુલેટ પ્રદૂષણ નિર્માણ થઈ શકે છે અને ગેસ સ્ટવનો ઉપયોગ નાઈટ્રોજન ઓક્સાઈડ જેવા ગેસયુક્ત પ્રદૂષણો નિર્માણ કરી શકે છે. રસોઈ કરવા સમયે કિચનનાં ઉપકરણોમાંથી ધૂમ્ર બહારની બાજુ ફંટાય તેની ખાતરી રાખવા અથવા જો બહારની હવા પૂરતી સ્વચ્છ હોય તો પ્રદૂષિત હવા બહાર ફેંકાય તે માટે બારીઓ ખોલો અથવા પ્યુરિફાઈંગ ફેન જેવા યાંત્રિક વેન્ટિલેશનનો ઉપયોગ કરવાથી પ્રદૂષકો ફિલ્ટર કરવામાં સહાય થશે.
- એર પ્યુરિફાયરનો ઉપયોગ કરોઃ ઉત્તમ એર પ્યુરિફાયર પીએમઓ.1 જેટલા ઝીણા એલર્જન્સ અને પ્રદૂષકોને પણ મઢી શકે છે, પરંતુ આખા રૂમને શુદ્ધ કરવા માટે વીઓસી, નાઈટ્રોજનઓકસાઈડ વગેરે જેવા હાનિકારક ગેસ પણ ફિલ્ટર આઉટ કરી શકવા જોઈએ.