રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાંથી રુંવાડા ઊભા કરી દેતી ખબર સામે આવી છે. ૨૦ વર્ષની એક યુવતી સાથે ખરાબ રીતે મારપીટ કરવામાં આવી અને તેની સાથે રેપ કરવામાં આવ્યો હતો. તેનો વાંક ફક્ત એટલો જ હતો કે, તે પોતાના બોયફ્રેન્ડ સાથે ખાનગીપળ માણવા માટે જંગલ તરફ ગઈ હતી. આ જંગલ તરફ મોટા ભાગે લોકો ટહેલવા માટે જતાં હોય છે, પણ આ વખતે જંગલમાંથી ચોંકાવનારી ખબર આવી છે. આ શરમજનક ઘટનાનું મહિલા પોલીસે કેસ નોંધાવ્યો છે.
પ્રાથમિક જાણકારીમાં સામે આવ્યું છે કે, આકાશવાણીની નજીક કોઠિયાઝીલના જંગલોમાં મોટા ભાગે લોકો હરવા ફરવા માટે આવતા હોય છે. મોડી સાંજે એક પ્રેમી યુગલ પણ ત્યાં આવ્યું હતું. તે સમયે ત્યાં વધારે લોકો હતા નહીં. છોકરો અને છોકરી એક બીજાના હાથમાં હાથ નાખી ફરી રહ્યા હતા. આ દરમ્યાન ત્યાં એક ગુંડો આવ્યો અને છોકરા સાથે ગેરવર્તન કરવા લાગ્યો. આ દરમ્યાન છોકરીના પ્રાઈવેટ ટાઈમો વીડિયો બનાવી લીધો. આ વીડિયો ડિલીટ કરવાના નામ પર તેણે ૧૦ હજાર રૂપિયા માગ્યા. છોકરીના પ્રેમીએ રુપિયા નહીં હોવાની વાત કહી તો, ગુંડાએ રુપિયાને લઈને ધમકી આપી દીધી. નહીં તો વીડિયો વાયરલ કરવા માટે કહ્યું. છોકરો પાછો શહેર તરફ ગયો અને ૧૦ હજાર રૂપિયા લઈને આવ્યો, જો કે ત્યાં સુધીમાં તો પ્રેમિકા અને તે ગુંડો ગુમ થઈ ચુક્યા હતા. બાદમાં ખબર પડી કે, નજીકમાં આવેલા કોટા રોડ પર તેની પ્રેમિકા લગભગ અધમરી હાલતમાં મળી હતી. પોલીસે તુરંત કાર્યવાહી કરી. છોકરીને હોસ્પિટલમાં ભરતી કરાવી અને તેના નિવેદનના આધારે આરોપીની ધરપકડ કરી. હવે છોકરીનું નિવેદન નોંધવામાં આવી છે. સામે આવ્યું છે કે, ગુંડાએ છોકરી સાથે રેપ કર્યો. તેણે વિરોધ કર્યો તો, તેની સાથે મારપીટ કરી. છોકરી જીવ બચાવવા માટે જંગલ તરફ ભાગવા લાગી, તેને લગભગ ર્નિવસ્ત્ર કરી દીધી હતી. બાદ અધમરી હાલતમાં તેને રોડ કિનારે ફેંકીને ફરાર થઈ ગયો. આ સમગ્ર ઘટનાક્રમમાં એસપી રિચા તોમરે કહ્યું કે, મામલો ખૂબ જ ગંભીર છે. આરોપીની ધરપકડ થઈ ગઈ છે. પોલીસ કઠોર કેસ નોંધી રહી છે. પીડિત અને આરોપી પક્ષની ઓળખાણ જાહેર કરવામાં આવી નથી. આ બાજૂ સમગ્ર મામલો સામે આવ્યો છે, જેના પર આરોપીને પોલીસે ધરપકડમાં લીધો અને હવાલાતમાં બંધ કરી દીધો છે. તે આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર ૮ પોલીસકર્મીઓને નજર ચુકવીને ગાયબ થઈ ગયો છે. હવે સમગ્ર જિલ્લાની પોલીસ તેની શોધ કરી રહી છે.