ફક્ત ૫ ફિલ્મો બનાવીને આ ફિલ્મમેકર બની ગયા કરોડપતિ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

રાજકુમાર હિરાની ડિરેકેટર, પ્રોડ્યુસર, અને એડિટર પણ છે. પોતાની શાનદાર ફિલ્મોના કારણે તેને ૩ વાર નેશનલ ફિલ્મ એવોર્ડ અને ૧૧ ફિલ્મફેર એવોર્ડ પોતાના નામે કર્યો છે. હિન્દી સિનેમાના પ્રોમિનેન્ટ ફિલ્મમેકરે અત્યારસુધીની ૫ ફિલ્મો બનાવી છે અને પાંચેય ફિલ્મ સુપરહિટ રહી છે. ‘મુન્નાભાઈ એમબીબીએસ’, ‘લગે રહો મુન્નાભાઈ’, ‘થ્રી ઈડિયટ્‌સ’, ‘પીકે’ અને ‘સંજૂ’ કોઈપણ ફિલ્મ પર નજર નાખી દો, તમામ એકથી એક કમાલની ફિલ્મો છે.

ચાલો ૨૦ નવેમ્બર ૧૯૬૨માં નાગપુરના સિંધી પરિવારમાં જન્મેલા રાજકુમાર હિરીનીના જીવન સાથે જોડાયેલી અમુક વાતો અને તેમના નેટવર્થ વિશે જાણીએ. રાજકુમાર હિરાનીને લોકો રાજૂ હિરાનીના નામે બોલાવે છે.

રાજૂના પિતા સુરેશ હિરાની નાગપુરમાં ટાઇપિંગ સંસ્થા ચલાવે છે. ભારતના ભાગલાના સમયે સુરેશનો પરિવાર ભારત આવ્યો ત્યારે તે ફક્ત ૧૪ વર્ષના હતા. પિકા સરેશ પોતાના દીકરા રાજૂને ભણાવીને ઈજનેર અથવા ડૉક્ટર બનાવવા માંગતા હતાં. પરંતુ સારા માર્ક્‌સ ના મળતા કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યુ અને પિતાની સાથે બિઝનેસમાં જોડાઈ ગયા. રાજૂ ભલે ટાઇપિંગ ઈન્સ્ટિટ્યૂટમાં કામ કરતા પરંતુ એક્ટર બનવાનુ સપનું જોતા હતા. તેથી તે થિયેટર કરવા લાગ્યા, નાટક લખવા અને એક્ટિંગ કર્યા બાદ જ્યારે કરિયર બનાવવાની વાત આવી તો વિચારી લીધું કે હવે તે ફિલ્મોમાં જ કામ કરશે. તેના માટે પિતા પાસેથી ટ્રેનિંગ લેવાની સલાહ આપી તો ઈન્સ્ટિટ્યૂટમાં ડિરેક્શનના કોર્સમાં નહીં પણ એડિટિંગમાં એડમિશન મળ્યુ હતું. પછી ધીમે-ધીમે નાના-મોટા કામ કરતા કરતા ફિલ્મો બનાવવા લાગ્યા અને કમાણીમાં ઘણા એક્ટર્સને પાછળ છોડી દીધાં. ફિલ્મોમાં પૈસા ભલે પ્રોડ્યુસર લગાવતા હોય, પણ એક ડિરેક્ટરનું વિઝન જ હોય છે જે ફિલ્મને હિટ બનાવે છે. ફિલ્મની સ્ટોરી અને કાસ્ટથી લઈને શૂટિંગ, એડિટિંગ બાદ જ્યારે ફાઇનલ પ્રોડક્ટ સામે આવે છે તો તેને જોઈને ડિરેક્ટરની સફળતા અને તેની સક્ષમતાનો અંદાજો આવી જાય છે. એવા જ કાબિલ ફિલ્મમેકર છે રાજકુમાર હિરાની. જે ફિલ્મો તો શાનદાર બનાવે જ છે પણ સાથે કમાણી પણ એટલી જ કરે છે. બોલિવૂડમાં કદાચ જ એવા કોઈ ફિલ્મમેકર હશે જેને ૧૦૦ ટકા સફળતા મળી હોય, પરંતુ રાજકુમાર હિરાની આવા જ ફિલ્મમેકર છે જેની કમાણી આજ સુધી તમામ ફિલ્મોમાં બોક્સ ઓફિસ પર કમાલ કરી છે.

રાજકુમારે જેટલા શાનદાર ફિલ્મમેકર છે તેટલા જ સારા માણસ પણ છે. ફિલ્મ અને જનતાનો મૂડ ઓળખવાની તેમની સમજ જ છે જે તેમની ગજબની ફિલ્મો બનાવવામાં કામ આવે છે. રાજકુમાર એકલા એવા ફિલ્મમેકર છે જેને હજુ સુધી ફ્લોપ ફિલ્મનું દર્દ સહન નથી કરવું પડ્યુ. રાજકુમાર હિરાની પોતાની ફિલ્મને અલગ અંદાજમાં રજૂ કરે છે અને સુપરહિટ બનાવી દે છે. પણ મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર રાજૂનું નેટવર્થ જાણીને તમે હેરાન થઈ જશો. માત્ર ૫ ફિલ્મો બનાવવાવાળા રાજકુમાર હિરાનીની કુલ સંપત્તિ આશરે ૧૩૦૦ કરોડ રુપિયા છે.

Share This Article