નવી કથાઓ અને સર્જનાત્મક વિભાવના સાથે ભારતીય તહેવારોની મોસમની શરૂઆત કરતા, માઝા,કોકા-કોલા ઇન્ડિયાના મનપસંદ દેશમાં જ બનાવવામાં આવેલ આમ્ર-પીણાંએ એક નવા અભિયાનની જાહેરાત કરી છે, જે સામાજિક સંબંધોને પ્રેરણા આપવા અને સ્નેહીજનોને સાથે લાવવાના કંપનીના ઉદ્દેશ્ય સાથે સંપૂર્ણ રીતે પડઘો પાડે છે.
આ નવી જાહેરાત સાથે, માઝા સાથે રહેવાની આ ક્ષણોમાં પરિવારોની પસંદગીના પીણા તરીકે પોતાને સ્થાપિત કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ ફિલ્મ માટે, કંપની ફરી એકવાર તેના એમ્બેસેડર – સુપ્રસિદ્ધ પીઢ અભિનેતા અમિતાભ બચ્ચન, તેમ જ પ્રખ્યાત અભિનેત્રી અને મોડલ પૂજા હેગડે આ બંન્નેને સાથે લાવે છે.
દેશભરમાં મહિના દીઠ 20 દસલક્ષથી વધુ ગ્રાહકો સાથે, કંપનીનો ઉદ્દેશ્ય ભારતીય ખેડૂતોના સામાજિક-આર્થિક સશક્તિકરણમાં યોગદાન આપવા સાથે દેશના સૌથી પ્રિય આમ્ર-પીણાં તરીકે કાયમ રહેવાનો છે. કોકા-કોલા ઈન્ડિયાની દીર્ઘકાલિક કૃષિ પહેલ – ‘ફ્રુટ સર્ક્યુલર ઈકોનોમી’ને અનુરૂપ, સ્થાનિક ઘટકોનો ઉપયોગ કરીને, દેશમાં જ માઝા અનન્ય પણ સ્થાનિક રીતે બનાવવામાં આવે છે.
નવા અભિયાનના પ્રારંભને જાહેર કરતી વખતે, કોકા-કોલા ઇંડિયા અને સાઉથવેસ્ટ એશિયા ના ન્યૂટ્રીશન કેટેગરીના માર્કેટિંગ સંચાલક, અજય કોનાલેએ કહ્યું, “આ વર્ષની શરૂઆતમાં, અમે ‘દિલદારી’ વાળા માઝાના નવા અભિયાનની જાહેરાત કરી, જેથી એક વિશિષ્ટ રીતે આંબાના સ્વાદના સુખદ અનુભવ તરીકે માઝાને મજબૂત બનાવવામાં મદદ મળી છે. ભારતમાં ફળ તરીકે આંબો એક આગવી અને વિશિષ્ટ ભૂમિકા ધરાવે છે. આખો પરિવાર આંબા માટે ભેગો થાય છે. અસલ આંબાંના અનુભવ તરીકે, માઝા પરિવારોને, પેઢીઓને આમ્ર-પ્રેમી તરીકે એક સાથે લાવવા અને સાથે રહેવાની આ પળોને મધુર બનાવવા માંગે છે. આ ખાસ કરીને પહેલાં કરતાં આજે વધુ સુસંગત છે કારણ કે કૌટુંબિક ક્રિયાપ્રતિક્રિયાઓ પણ વ્યવહારિક બની ગઈ છે. અમે અમિતાભ બચ્ચન અને સુશ્રી પૂજા હેગડે ના સહકારથી 2022ની શરૂઆતમાં નવી દિલદારીની સ્થિતિ રજૂ કરી છે. અમે આ બંન્ને કલાકારો સાથેનો સંબંધ કાયમ રાખીશું જેઓ પરિવારના અને ઉત્સવ પ્રેમીઓના અભિયાન માટે અમારી બ્રાન્ડના મૂલ્યોને સમાવિષ્ટ કરે છે જેની અમે જાહેરાત કરી રહ્યા છીએ. અમારા ગ્રાહકોને માઝા થી સમાધાની રાખવા માટે કૌટુંબિક એકતાના આ વિચારને દોરવા માટે અમે રાષ્ટ્રીય અને પ્રાદેશિક ટેલિવિઝન અને ડિજિટલ માધ્યમોમાં પણ નોંધપાત્ર રીતે રોકાણ કરીશું.”
માઝાની ‘દિલદારી’ ફિલસૂફીને જીવંત કરવા માટે બચ્ચન અને સુશ્રી હેગડે ની અમારી સાથેની સતત ભાગીદારીથી અમે અત્યંત નમ્ર અને રોમાંચિત છીએ.”
હ્રદયસ્પર્શી ટીવીસીમાં અમિતાભ બચ્ચન અને પૂજા હેગડે ને દાદા અને પૌત્રીની જોડીની ભૂમિકા ભજવતા દર્શાવવામાં આવ્યા છે, જેઓને માઝાના એક ગ્લાસ (અથવા બે ગ્લાસ) સાથે વણકહેલી કૌટુંબિક વાર્તાઓને મનોરંજક રીતે આદાનપ્રદાન કરતા જોઈ શકાય છે. આ ફિલ્મનો ઉદ્દેશ્ય એ બતાવવાનો છે કે પરિવાર સાથેની મનોરંજક ક્ષણો અને વાતચીતોથી સભ્યોના ચેહરા કેવી રીતે ચમકી ઉઠે છે, જ્યારે લોકો ભેગા થાય છે અને તેમની વાર્તાઓનું આદાનપ્રદાન કરે છે અને અતૂટ બંધન બનાવે છે ત્યારે ખુશીમાં વધારો થાય છે.
ભારતીય અભિનેત્રી અને નવા માઝા અભિયાનની સ્ટાર પૂજા હેગડેએ કહ્યું, “માઝાએ મારા હૃદયમાં એક ખાસ જગ્યા બનાવી છે, અને કંપનીના સતત આ વર્ષના પ્રવાસનો પણ ભાગ બનીને હું ખરેખર ગર્વ અનુભવું છું. આ વર્ષે ભારતમાં તહેવારોની મોસમ નજીક આવી રહી છે ત્યારે, માઝાનું નવું અભિયાન પરિવારો, મિત્રો અને સ્નેહીજનો વચ્ચે સાથે રહેવાની એક વિશેષ લાગણી જગાડે છે. હું આ સુંદર ફિલ્મનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું, અને મારા આદર્શ શ્રી બચ્ચન સાથે ફરી એક વાર કામ કરવાનો મોકો મળ્યો એનો મને વિશેષા આનંદ છે.”
અભિયાનના ફિલ્મની કલ્પના માઝા ના સર્જનાત્મક ભાગીદાર ઓગિલવી દ્વારા કરવામાં આવી છે. અભિયાન પાછળની સર્જનાત્મક સૂઝ વિશે ટિપ્પણી કરતાં, ઓગિલવી ઇન્ડિયાના ચીફ ક્રિએટિવ ઓફિસર સુકેશ નાયક, કહે છે, “આજના ઝડપી જીવનમાં, પરિવારો એકબીજાની સાથે રહેવા માટે થોડો સમય પસાર કરવા માંગે છે. માઝા, તેના અસલ આંબાના સ્વાદ સાથે, પરિવારના દરેક વ્યક્તિએ બધું ભૂલી જવા માટેનું અને રસદાર આંબાનો સ્વાદ માણવા માટેનું વિશેષ પ્રલોભન છે.”
આ ફિલ્મનું નિર્દેશન શૂજિત સિરકાર દ્વારા કરવામાં આવ્યું છે જેણે દાદા અને પૌત્રી વચ્ચેની આ હૃદયસ્પર્શી વાર્તાને જીવંત કરી છે. તેઓએ કહ્યું, “હાલમાં આપણે બધા એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણે આપણા નજીકના અને સ્નેહીજનો સાથેની આ મુખ્ય ક્ષણો ગુમાવી રહ્યા છીએ. પૂજાના દાદા તરીકે શ્રી બચ્ચન આખા કુટુંબને એકસાથે લાવવા અને એકબીજાની સાથે વાતો કરવા માટે નાની નાની યુક્તિઓ અજમાવી રહ્યા છે જેથી ઓરડો હાસ્યના અવાજથી ભરાઇ જાય છે તે મને ખૂબ ગમ્યું.”
અભિયાનની ફિલ્મ કંપનીના છત્ર અભિયાન ‘દિલદાર બના દે’ હેઠળ એક પછી એક એમ ત્રીજી ફિલ્મ છે, જેમાં દયા અને ઉદારતાના મૂલ્યો સુંદર રીતે ઝડપાયાં અને આ વર્ષની શરૂઆતમાં પ્રેક્ષકો સાથે વિશેષ તાલ મેળવ્યો. આ ઉનાળામાં, કંપનીએ ભારતની બજારમાં તેનો પ્રથમ વિકલ્પ – આમ પન્ના, પણ પ્રસ્તુત કર્યો હતો.
દાયકાઓથી, માઝાએ આંબાનો વિશેષ અનુભવ આપીને તેના ગ્રાહકોને મનની, શરીરની અને જુસ્સાભરી તાજગી આપી છે. વારસાગત કંપનીએ સમગ્ર વર્ષ દરમિયાન સમગ્ર દેશમાં ઉજવણી, તહેવારો અને તેના ગ્રાહકોની ખુશીની તમામ ક્ષણોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તહેવારોની આ મોસમમાં, માઝા આશા રાખે છે કે આનંદપ્રદ પ્રસંગોની ઉજવણી કરવા અને જેથી સંબંધો કાયમી બને એવી ક્ષણોનું આદાનપ્રદાન કરવા માટે સ્નેહીજનો એકસાથે ભેગા રહે.
પ્રચાર ફિલ્મની લિંકઃ દિલ કી બાતેં દેર તક. #દિલદારબાનાદે