આ ખુબસુરત હિરોઇન તમામ ભાષાની ફિલ્મ કરવા ઇચ્છુક

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મુંબઇઃ બોલિવુડ અને દક્ષિણ ભારતમાં ભારે લોકપ્રિયતા મેળવી રહેલી ખુબસુરત સેક્સી સ્ટાર શ્રુતિ હસન હિન્દી અને દક્ષિણ ભારતની ફિલ્મોમાં કામ કરવા માટે ઉત્સુક છે. એક સાથે જુદી જુદી ભાષાની ફિલ્મો કરવા તે ઇચ્છુક છે. હાલમાં તે બ્રિટીશ બોયફ્રેન્ડની સાથે ક્વોલિટી સમય ગાળી ચુકી છે.

શ્રુતિ હસને વિગત આપતા કહ્યુ છે કે તે ખુબ વ્યસ્ત છે. તેની પાસે હાલમાં કોઇ પણ અન્ય બાબત માટે સમય નથી. તેનુ કહેવુ છે કે તેને લઇને આવરી રહેલા અહેવાલ બિલકુલ આધારવગરના છે. અફવાના કારણે કોઇની અસર થશે નહી. હાલમાં કેટલાક અન્ય પ્રોજેક્ટ પણ હાથમાં ધરાવે છે.  શ્રુતિ હસન હાલમાં સોશિયલ મિડિયા પર પણ છવાયેલી રહે છે.

ખુબસુરત સ્ટાર શ્રુતિ સોશિયલ મિડિયા પર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવનાર સેલિબ્રિટી તરીકે પણ છે.  શ્રુતિએ હાલમાં અહેવાલને રદિયો આપ્યો છે. જો કે બોલિવુડના લોકો આ અંગે વાત કરવા માટે તૈયાર નથી. દક્ષિણ ભારતની તે સફળ અભિનેત્રી પુરવાર થઇ ચુકી છે. શ્રુતિ હસન તમિળ ફિલ્મોમાં ખુ સફળ સાબિત થઇ છે. જો કે તેને હિન્દી ફિલ્મોમાં અપેક્ષા કરતા ઓછી સફળતા હાથ લાગી છે. શ્રુતિ હસનને પણ પિતા કમલ હસનની જેમ હિન્દી ફિલ્મોમાં અપેક્ષા કરતા ઓછી સફળતા મળી છે. જો કે દક્ષિણ ભારતની ફિલ્મોમાં તે સુપરહિટ સાબિત થઇ છે.

Share This Article