આ એકટ્રેસે સલમાનનું એવું રહસ્ય જણાવી દીધું કે નહીં આવે તમને વિશ્વાસ..!!

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

સલમાન ખાન પોતાના દયાળુ સ્વભાવથી લોકોના દિલ જીતી લે છે. તે સારા કાર્યો કરવામાં ક્યારેય પીછેહઠ કરતો નથી. બોલિવૂડમાં પણ તેણે ઘણી નવી એક્ટ્રેસીસને ચાન્સ આપ્યો છે. મિત્રતા નિભાવવા માટે પણ તેનું ઉદાહરણ આપવામાં આવે છે. પોતાની ઉદારતાના કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે. આયેશા ઝુલ્કાએ પોતે જ તેની સાથે જોડાયેલો એક કિસ્સો સંભળાવ્યો છે. આયેશા જુલ્કા બોલિવૂડની જાણીતી સ્ટાર છે. તે દમદાર એક્ટિંગની સાથે, તેની સુંદરતા માટે પણ જાણીતી છે. તેણે ભજવેલા દરેક પાત્ર માટે ફેન્સ દિવાના થઈ જતા હતા. સલમાન ખાનની સાથે તેણે પણ પોતાના કરિયરની શરૂઆત કરી હતી, ખુદ આયેશા ઝુલ્કાએ પણ એક્ટરના ભરપેટ વખાણ કર્યા હતા. તેણે તેની ફિલ્મના સેટ સાથે જોડાયેલા ઘણા રહસ્યો પણ જાહેર કર્યા. સલમાન વિશે તેણે એવી વાત કહી કે સલમાનના ફેન્સની છાતી એ સાંભળીને વધુ ફુલી થઈ જશે કે તેનો ફેવરિટ સ્ટાર સારો એક્ટર હોવાની સાથે સાથે સારો વ્યક્તિ પણ છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે ઈન્ડસ્ટ્રીના ઘણા લોકોએ ઘણા પ્રસંગોએ સલમાન ખાનના ભરપૂર વખાણ કર્યા હોય. આયેશા ઝુલ્કાએ આપેલા તેના એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. આ ઈન્ટરવ્યુમાં તેણે સલમાન ખાનની ઉદારતાની ઘણી વાતો યાદ કરી.

વાત છે વર્ષ ૧૯૯૧માં આવેલી ફિલ્મ ‘કુર્બાન’ની, આ ફિલ્મથી તેણે એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેણે સલમાન ખાન સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે કહ્યું કે તે હંમેશાથી સલમાન ખાનની મોટી ફેન રહી છે કારણ કે તે ખૂબ જ સારો એક્ટર છે પરંતુ તે એક સારો માણસ હોવાને કારણે પણ આયેશા તેની ફેન છે. એક્ટ્રેસે જણાવ્યું કે સલમાને સેટ પર બચેલુ ભોજન બરબાદ ન થવા દીધું. તે હંમેશા કોઈને શોધીને તે ભોજન વહેંચી દેતો હતો. આટલું જ નહીં, શૂટિંગમાંથી ઘરે જતી વખતે પણ તે બચેલુ ભોજન પેક કરાવતો અને રસ્તામાં જરૂરિયાતમંદોને ખવડાવતો. આયેશાએ ૯૦ના દાયકામાં ઘણી શાનદાર ફિલ્મો કરી છે.

પોતાના કરિયરમાં તેણે ‘ખિલાડી’, ‘જો જીતા વોહી સિકંદર’, ‘બલમા’, ‘રંગ’ અને ‘વક્ત હમારા હૈ’ જેવી ઘણી સફળ ફિલ્મો કરી છે. આ ફિલ્મોમાં તેમના દ્વારા ભજવવામાં આવેલા પાત્રો પણ ખૂબ જ મજબૂત રહ્યા છે. આયેશા ઝુલ્કા બોલિવૂડની ટોપ અને સુંદર એક્ટ્રેસીસમાંથી એક છે. ઘણા વર્ષો પહેલા તે બોલિવૂડ છોડીને બિઝનેસ વુમન બની ગઈ હતી. ત્યારબાદ તે લાંબા સમય બાદ OTT પર પાછી ફરી અને તે Amazon Prime Video પર ‘હુશ હશ’માં જોવા મળી. આ સિરીઝમાં સોહા અલી ખાન, જુહી ચાવલા, કૃતિકા કામરા, શહાના ગોસ્વામી અને કરિશ્મા તન્ના પણ મહત્વની ભૂમિકામાં જોવા મળી હતી.

Share This Article