આ એક્ટ્રેસ પોતાનો પ્રેમ મેળવવા માટે સિંગલ લાઇફ જીવે છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

આશા સચદેવ એક ભારતીય અભિનેત્રી છે જેને ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકમાં અનેક ફિલ્મોમાં સપોર્ટિંગ એક્ટ્રેસ તરીકે કામ કર્યુ છે. આ અભિનેત્રીએ શરૂઆતના દિવસોમાં ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રીના રૂપમાં કામ કર્યુ હતુ. આમ, વાત કરવામાં આવે તો બોલિવૂડ એક્ટ્રેસની કહાનીઓ કંઇક અલગ જ હોય છે. કોઇની લાઇફ બહુ સ્ટ્રગલ હોય છે તો કોઇ હેપ્પી મેરિડ લાઇફને મસ્ત રીતે એન્જાેય કરતા હોય છે.

આશા સચદેવે ૧૯૭૮માં પ્રિયતમા માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ફિલ્મફેર પુરસ્કાર જીત્યો હતો. હિફાજ અને એક હી રાસ્તા જેવી સકસેસ ફિલ્મોમાં મુખ્ય ભુમિકાના રોલમાં જોવા મળી હતી. ફિલ્મ એક હી રાસ્તાનું સોન્ગ ” જિસ કામ કો દોનો આયે હે ” માં અભિનેતા જીતેન્દ્રની સાથે જોવા મળી હતી. આ ગીતને કિશોર કુમારે અને આશા ભોંસલે દ્રારા ગાવામાં આવ્યુ હતુ. નફીસાના પિતા આશિક હુસૈન વારસી એક રાઇટર હતા. નફીસાની માતાની વાત કરીએ તો એ ફિલ્મોમાં કામ કરતા હતા. આશિક હુસૈન અને રઝિયાન ૩ બાળકો થયા અને બન્નેએ ૬૦ના દશકમાં તલાક લીધા. પછી નફીસા(આશા) અને એની નાની બહેન મા રઝિયાની સાથે રહી અને એમના ભાઇ અનવર એના પિતા આશિક હુસૈન સાથે રહેવા લાગ્યા. પછી અભિનેત્રીની માતાએ મુંબઇના વકીલ આઇપી સચદેવ સાથે લગ્ન કરી લીધા અને રઝિયાથી રંજના સચદેવ બની ગઇ. આ કારણે હિન્દુ સાથે લગ્ન કર્યા પછી માતાએ દીકરી નફીસા સુલ્તાનનું નામ બદલીને આશા સચદેવ કર્યુ હતુ. આશાનું પાલન પોષણ પણ હિન્દુ બેકગ્રાઉન્ડમાં થયો હતો અને આ ધર્મને માનતી થઇ. નોંધનયી છે કે આશા બોલિવૂડ અભિનેતા અરશદ વારસીની સાવકી બહેન છે જે ૬૭ વર્ષની ઉંમરમાં પણ સિંગલ છે. આશાને પડદા પરનો પ્રેમ મળ્યો પરંતુ રિયલ લાઇફમાં અનેક પરિસ્થિતિમાં પસાર થઇ રહી છે. કેરિયરની શરૂઆતની વાત કરીએ તો આશાને કિસન લાલ નામના વ્યક્તિ સાથે પ્રેમ થયો હતો જે વકીલ હતો. આ વ્યક્તિ સાથે લગ્ન પણ થવાના હતા, પરંતુ કાર એક્સિડન્ટમાં મોત નિપજ્યુ હતુ. આશા સચદેવે એના ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે..મેં મારી જીંદગીમાં કિસનલાલને પ્રેમ કર્યો, પરંતુ અમારા લગ્ન પહેલાં એ દુનિયા છોડીને જતા રહ્યા,પરંતુ હું ક્યારે એકલી પડી નથી અને એમની યાદ હંમેશા મારી સાથે છે.

Share This Article