અભિનેત્રી પાયલ રોહતગી નેહરુ પરિવાર પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ બુંદી છઝ્રત્નસ્ કોર્ટમાં હાજર થઈ હતી. બે વર્ષ પહેલા અભિનેત્રી પાયલ રોહતગીને આ કેસમાં કોર્ટમાંથી જામીન મળ્યા હતા પરંતુ ત્યારથી તે કોર્ટમાં હાજર રહેતી ન હતી. અભિનેત્રીની ગેરહાજરીને કારણે એડવોકેટ વતી વિવિધ કારણો દર્શાવીને હાજરી માફી માટેની અરજી રજૂ કરવામાં આવી હતી. આજે કોર્ટમાં હાજર થયા બાદ અભિનેત્રી પાયલ રોહતગીએ તેના વકીલ ભૂપેન્દ્ર સક્સેનાને બદલવા અંગે કોર્ટને જાણ કરી હતી અને કાયદાકીય સેવાઓ દ્વારા વકીલ પ્રદાન કરવા અંગેની અરજી રજૂ કરી હતી. અભિનેત્રી પાયલ રોહતગી સોમવારે વકીલ વગર કોર્ટમાં પહોંચી હતી. કોર્ટમાં તેની સાથે તેનો પતિ સંગ્રામ સિંહ હાજર હતો. કોર્ટમાં ફરિયાદી ચર્મેશ શર્મા વતી વરિષ્ઠ વકીલ દિનેશ પારીક અને દેવરાજ ગોચર હાજર થયા હતા. તમને જણાવી દઈએ કે ઓક્ટોબર ૨૦૧૯માં બુંદીના કોંગ્રેસી નેતા ચર્મેશ શર્માની ફરિયાદ પર અભિનેત્રી પાયલ રોહતગી વિરુદ્ધ બુંદી દેવપુરા સદર પોલીસ સ્ટેશનમાં હ્લૈંઇ નોંધવામાં આવી હતી. પાયલ રોહતગી દ્વારા નહેરુ પરિવાર પર કરવામાં આવેલી ટિપ્પણીને વાંધાજનક ગણાવતા ચર્મેશ શર્માએ તેની વિરુદ્ધ બુંદી દેવપુરા સદર પોલીસને લેખિત ફરિયાદ કરી હતી. આ કેસની તપાસ કરતી વખતે પોલીસે ડિસેમ્બર ૨૦૧૯માં અભિનેત્રી પાયલ રોહતગીની આઈટી એક્ટ અને અન્ય કલમો હેઠળ ધરપકડ કરી હતી. ધરપકડ બાદ અભિનેત્રીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાંથી કોર્ટે પાયલ રોહતગીને પણ જેલમાં મોકલી દીધી હતી. એક દિવસ જેલમાં રહ્યા બાદ તેને જિલ્લા કોર્ટમાંથી જામીન મળી ગયા હતા ત્યારથી તે બહાર છે.
હાથરસ નાસભાગ કેસઃ ન્યાયિક તપાસના અહેવાલમાં નારાયણ સરકાર હરિને ક્લીન ચિટ
તારીખ 2 જુલાઈ, 2024 ના રોજ ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી નાસભાગની ઘટના મામલે ન્યાયિક તપાસનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરવામાં...
Read more