મેલબોર્ન : મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઇ રહેલી ક્રિકેટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે મેચ આજે રોમાંચક બની હતી. એક જ દિવસમાં ૧૫ વિકેટ પડી હતી. સૌથી પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ તેના પ્રથમ દાવમાં ભારતના સાત વિકેટે ૪૪૩ રન ડિકલેરના જવાબમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં માત્ર ૧૫૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. જો કે, ઓસ્ટ્રેલિયાને ફોલોઓનની ફરજ પાડ્યા વગર ભારતે ફરી બેટિંગ શરૂ કરી હતી. ત્રીજી ટેસ્ટની સાથે સાથે નીચે મુજબ છે.
- બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસે ૧૫ વિકેટો પડી
- ત્રીજા દિવસ બુમરાહ અને કમિન્સના નામ ઉપર રહ્યો
- ઓસ્ટ્રેલિયા ઉપર ભારતે આજે ૩૪૬ રનની લીડ મેળવી છે
- બીજા દાવમાં ૫૪ રનમાં પાંચ વિકેટ ગુમાવી હોવા છતાં ભારત મજબૂત સ્થિતિમાં
- ઓસ્ટ્રેલિયાને ફોલોઓનની ફરજ નહીં પાડ્યા બાદ ભારતે ઝડપથી પાંચ વિકેટ ગુમાવી
- ભારત તરફથી બુમરાહે તરખાટ મચાવતા ઓસ્ટ્રેલિયાની ટીમ ૧૫૧ રનમાં ઓલઆઉટ થઇ
- બુમરાહે ૧૫ ઓવરમાં ૩૩ રન આપી છ વિકેટ ઝડપી
- બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસે ભારતે સ્થિતિ મજબૂત કરી
- ભારતે સાત વિકેટે ૪૪૩ રન બનાવી દાવ ડિકલેર કર્યો
- ચેતેશ્વર પુજારાએ વર્તમાન શ્રેણીમાં બીજી સદી કરી
- ભારતની ઇનિંગ્સમાં પ્રથમ દાવમાં વિરાટ કોહલી અને પુજારા વચ્ચે ત્રીજી વિકેટની ૧૭૦ રનની ભાગીદારી થઇ
- બીજા દાવમાં કોહલીને પુજારા શૂન્ય રને આઉટ થયા
- એડિલેડ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે જીત મેળવી હતી જ્યારે પર્થ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ જીતી લીધી હતી
- ઓસ્ટ્રેલિયાની જમીન પર ૭૦ વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી જીતવા માટેની ટીમ ઇન્ડિયાને તક છે
- સતત નિષ્ફળ રહેલી ઓપનિંગ જોડી મુરલી વિજય અને લોકેશ રાહુલને પડતા મુકી દેવામાં આવ્યા છે. ઝડપી બોલર ઉમેશ યાદવ પણ ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી
- ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ૪૬ ટેસ્ટ મેચો પૈકી ભારતે માત્ર છ ટેસ્ટ મેચ જીતી છે. વર્ષ ૨૦૦૩-૦૪માં રાહુલ દ્રવિડના કારણે ટીમ ઇન્ડિયાને જીત મળી હતી.
- ભારતની વાત કરવામાં આવે તો ભારતે વર્ષ ૨૦૦૦ બાદથી ૧૯ ટેસ્ટ મેચ રમી છે. જે પૈકી ભારતને માત્ર ત્રણ ટેસ્ટ મેચ જીતવામાં સફળતા મળી છે. જ્યારે તેની ૧૧ ટેસ્ટમાં હાર થઇ છે. પાંચ ટેસ્ટ ડ્રો રહી
- ઓસ્ટ્રેલિયન ટીમમાં મિશેલ માર્શનો સમાવેશ કરવામાં આવ્યો
- નાથન લિયોન ઘર આંગણે ભારત સામે એક સ્રેણીમાં સૌથી વધારે વિકેટ ઝડપી લેવાનો રેકોર્ડ પહેલાથી જ ધરાવે છે
- વર્તમાન શ્રેણીમાં તે બે ટેસ્ટમાં ૧૬ વિકેટ ઝડપી ચુક્યો છે