ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ ટ્વેન્ટી મેચોની શ્રેણીની ત્રીજી અને અંતિમ ટ્વેન્ટી મેચ આવતીકાલે મુંબઇમાં રમાનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. બંને ટીમો એક એક મેચ જીતી ચુકી છે જેથી આ મેચ નિર્ણાયક છે. આ નિર્ણાયક મેચમાં જીત મેળવી લેવા માટે બંને ટીમો પ્રયાસ કરનાર છે. થિરુવનંતપુરમ ખાતે રમાયેલી બીજી મેચમાં પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝની ટીમે જોરદાર દેખાવ કર્યો હતો. ભારત પર નવ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે જ જીત મેળવી લીધી હતી. બીજી મેચમાં વેસ્ટ ઇન્ડિઝની આઠ વિકેટે જીત થયા બાદ ટીમ ઇન્ડિયા હવે સાવધાન છે. ટ્વેન્ટી ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ હજુ પણ ખુબ શક્તિશાળી બનેલી છે. પ્રથમ મેચ ભારતે જીતી લીધી હતી.
બંને દેશોના સ્ટાર ખેલાડી અને વર્તમાન શ્રેણીમાં તક મેળવી ચુકેલા ખેલાડીઓ તેમની કુશળતા સાબિત કરવા માટે તૈયાર છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને હાલમાં દુનિયાના શ્રેષ્ઠ બેટ્સમેન તરીકે ગણવામાં આવે છે. વિપક્ષી ટીમની રણનિતી પણ વિરાટ કોહલીની આસપાસ જ રહે છે. વિન્ડીઝની યોજના પણ આવી જ રહેલી છે. વેસ્ટ ઇન્ડિઝ ટીમના કોચ ફિલ સિમોન્સે કહ્યુ છે કે કોહલીને આઉટ કરવાની રણનિતી પર કામ કરવામાં આવી રહ્યુ છે. સિમોન્સે કહ્યુ છે કે વેસ્ટ ઇન્ડિઝની ટીમ પણ જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. સિમોન્સે કહ્યુ છે કે અમારી રણનિતી યોજનાને અંજામ સુધી પહોંચાડી દેવા માટેની રહેલી છે.
ટ્વેન્ટી મેચોની શ્રેણી બાદ બંને ટીમો વચ્ચે વનડે મેચ પણ રમાનાર છે. જે પૈકીની પ્રથમ મેચ ૧૫મી ડિસેમ્બરના દિવસે રમાનાર છે. સિમોન્સે કબુલાત કરતા કહ્યુ છે કે વર્તમાન ભારતીય ટીમને પરાજિત કરવાની બાબત ખુબ મુશ્કેલ છે.
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ આઈસીસી ટેસ્ટ રેંકિંગમાં ફરી એકવાર પ્રથમ સ્થાન મેળવી લેવામાં સફળતા મેળવી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટિવ સ્મિથને પાછળ છોડીને તે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. વિરાટે બાંગ્લાદેશ સામે હાલમાં જ પૂર્ણ થયેલી ટેસ્ટ શ્રેણીમાં શાનદાર દેખાવ કર્યો હતો. જેના કારણે રેંકિંગમાં ઉલ્લેખનીય સુધારો થયો છે.
આઈસીસી તરફથી જારી કરવામાં આવેલા ટેસ્ટ રેંકિંગમાં વિરાટ કોહલી ૯૨૮ પોઇન્ટ સાથે પ્રથમ સ્થાન પર છે જ્યારે સ્ટિવ સ્મિથ ૯૨૩ પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. એસીઝ શ્રેણીમાં શાનદાર દેખાવ કર્યા બાદ સ્ટિવ સ્મિથ નંબર વન બની ગયો હતો પરંતુ હવે વિરાટ કોહલી ફરી પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાના લાબુશાને પ્રથમ વખત ટોપટેનમાં પહોંચી ગયો છે. તે ૮માં સ્થાને આવ્યો છે. ભારતના ચેતેશ્વર પુજારા ચોથા અને ન્યુઝીલેન્ડના કેન વિલિયમસન ત્રીજા સ્થાને છે. બોલિંગમાં જસપ્રિત બુમરાહ પાંચમાં સ્થાને છે. કિરોન પોલાર્ડની પણ આકરી કસોટી વર્તમાન શ્રેણીમાં થશે. મુંબઇના મેદાન ખાતે રમાનાર મેચને લઇને ભારે રોમાંચની સ્થિતિ છે. ડે નાઇટ ટ્વેન્ટી મેચ હોવાથી મુંબઇમાં ક્રિકેટ ફિવરની સ્થિતિ જોવા મળી રહી છે.