સલમાન ખાન સાથે પંગો લેનાર આ વ્યક્તિઓનું કરિયર થઇ ગયુ બર્બાદ

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

બોલિવુડના દબંગ ભાઇજાનના સ્વભાવને આખી દુનિયા ખૂબ સારી રીતે ઓળખે છે. સલમાન ખાન એક એવી વ્યક્તિ છે કે જે વ્યક્તિનુ કરિયર બનાવી પણ દે, અને ડૂબાડી પણ દે. સલમાન સાથે દુશ્મની ઘણા લોકોને ભારે પડી ગઇ છે. એક વાર સલમાન ખાન સાથે દુશ્મની થયા બાદ તે નામ જ માર્કેટમાંથી ગાયબ થઇ જાય છે. આજે અમે તમને જણાવીશુ કે તે ક્યા વ્યક્તિ છે કે જેનુ કરિયર સલમાન સાથે પંગો લેવાને કારણે બર્બાદ થઇ ગયુ.

kp.comVivek Oberoi HD Wallpaper e1531464100722

1 વિવેક ઓબરોય – વિવેક ઓબરોયના જીવનની સૌથી મોટી બે જ ભૂલ છે. એક કે ભાઇજાનની ગર્લફ્રેન્ડ એશ્વર્યા રાય સાથે સંબંધ બનાવવા અને બીજી ભૂલ કે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને કહેવુ કે ભાઇજાને તેને 42 વાર ધમકાવ્યો છે. બસ, આ પ્રેસ કોન્ફરન્સ બાદ વિવેક ઓબરોયનું નામ જ માર્કેટમાંથી ગાયબ થઇ ગયુ. વિવેક તે સમયનો ખૂબ મોટો અને રાઇઝીંગ સ્ટાર ગણાતો હતો. સલમાન સાથે દુશ્મની વિવેકને ભારે પડી ગઇ હતી. તેનુ કરિયર ફ્લોપ થઇ ગયુ અને બીજી ફિલ્મોમાં પણ તેને સાઇડ રોલ જ આપવામાં આવ્યા. અત્યારની જનરેશન તો કદાચ વિવેક ઓબરોયને ઓળખતી પણ નહી હોય.

kp.com .anurag kashyap

2 અનુરાગ કશ્યપ – અનુરાગ કશ્યપ એક જાણીતા ડિરેક્ટર છે. ભાઇજાનની ફિલ્મ તેરે નામ અનુરાગ ડિરેક્ટ કરી રહ્યા હતા અને તેમણે કહ્યુ કે ફિલ્મમાં ઉત્તરપ્રદેશનો છોકરો બતાવવાનો છે. સલમાન ખાન આ પાત્ર માટે યોગ્ય નથી. સલમાનને અનુરાગ કશ્યપે છાતી પર વાળ ઉગાડવા માટે કહી દીધુ હતુ. ત્યારે સલમાને કાંઇ જ કહ્યુ નહી અને બાદમાં બીજા દિવસે ફિલ્મના પ્રોડ્યુસરે અનુરાગ કશ્યપને ફોન કરીને કહ્યુ કે “તુ સલમાન ખાનને વાળ ઉગાડવા માટે કહીશ ? યુ આર આઉટ ઓફ ધ ફિલ્મ” બસ બાદમાં અનુરાગ કશ્યપનું કરિયર પણ ડામાડોળ થઇ ગયુ.

kp.comArijitsingh e1531464558558

3 અરિજીત સિંઘ – સૌના મનપસંદ ગાયક અરિજીત સિંઘ કે જેણે દરેકના દિલમાં પોતાના માટે એક અલગ સ્થાન બનાવ્યુ છે, તેને પણ સલમાન ખાન સાથે દુશ્મનાવટ ભારે પડી ગઇ છે. એક એવોર્ડ ફંક્શનમાં સલમાનને ઉડાઉ જવાબ આપનાર અરિજીત સિંઘને સલમાને તેની ફિલ્મમાંથી જ બેન કરી દીધો હતો. કિક ફિલ્મમાં અરિજીતે ગાયેલા સોંગને ફરી વાર કોઇ બીજા પાસે ના ગવડાવતા, ફિલ્મમાંથી જ બાકાત કરાવી દીધુ હતુ. બજરંગી ભાઇજાનનો પ્રોજેક્ટ પણ અરિજીતને વચ્ચેથી જ છોડી દેવો પડ્યો. હિરો ફિલ્મ વખતે પણ અરિજીતને કામમાંથી કાઢી દેવામાં આવ્યો. સુલતાન ફિલ્મના મોસ્ટ પોપ્યુલર સોંગ જગ ઘુમેયા માટે બે લોકો પાસે ગીત ગવડાવવામાં આવ્યુ હતુ. સલમાને રાહત ફતેહ અલી ખાનનું સોંગ ફિલ્મમાં રાખ્યુ અને અરિજીતના સોંગને કિક્ડ આઉટ કર્યુ હતુ. બાદમાં અરિજીતે ખુબ માફી માંગી, નીતા અંબાણીની પાર્ટીમાં પણ અરિજીતને ઇગ્નોર કર્યો હતો. ફેસબૂક પર લાંબો પત્ર લખીને પણ માફી માંગી હતી અને કહ્યુ હતુ કે જગ ઘુમેયા ગીતને ફિલ્મમાં રહેવા દો. હદ તો ત્યારે થઇ જ્યારે સલમાનને એક ઇન્ટરવ્યૂમાં અરિજીત વિશે પૂછવામાં આવ્યુ  ત્યારે સલમાને કહ્યુ કે કોણ અરિજીત ?

kp.comzubair e1531465039641

4 ઝુબેર – બિગબોસના કનટેસ્ટન્ટ ઝુબેરે સલમાન ખાનને શૉ દરમિયાન કહ્યુ હતુ કે, તે વિવેક ઓબરોય નથી. સલમાન ખાનને કહ્યુ કે અરિજીત સાથે કર્યુ તે પોતાની સાથે નહી કરી શકે. બાદમાં તે પોલિસ સ્ટેશન સલમાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પણ ગયો હતો. બસ ત્યાર બાદ ઝુબેર ક્યાં ખોવાઇ ગયો તે કોઇને ખબર નથી.

5 રેણુકા શહાણે – સલમાન ખાનની ઓનસ્ક્રીન ભાભી રેણુકા શહાણેને પણ ભાઇજાન સાથે પંગો ભારે પડ્યો છે. બ્લેકબક કેસમાં જ્યારે મોટા મોટા અભિનેતા અને અભિનેત્રી ચૂપ રહી ત્યારે રેણુકાએ સોશિયલ મિડીયા પર સલમાન વિરુદ્ધ પોસ્ટ કરી હતી. ત્યારથી જ ભાઇજાન અને રેણુકા વચ્ચે કોલ્ડવૉર શરૂ થઇ ગયુ હતુ.

સલમાન ખાન એ માત્ર અભિનેતા નથી. તે એક કોમ્યુનિટી છે,  તે ગેમ ચેન્જર છે. ક્યારેય પણ કોમ્યુનિટી સાથે છેડછાડ ના કરવી જોઇએ. સલમાન ખાન સાથે દુશ્મનાવટ કરનાર વ્યક્તિઓ આજે પોતે કરેલી ભૂલ પર પસ્તાઇ રહ્યા છે.

Share This Article