મુંબઈ : WTC 2025ની ફાઈનલ માટે 2 ટીમ નક્કી થઈ ચૂકી છે. ભારતીય ટીમની સફર પૂર્ણ થઈ ગઈ છે. WTC 2025ની ફાઈનલ પણ આ જ વર્ષે રમાશે. જાણો ક્યારે અને કઈ બે ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2025ની ફાઈનલ રમાશે. આ મેચ માટે 2 ટીમ ક્વોલિફાય થઈ ચૂકી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી સિડની ટેસ્ટ મેચ બાદ ફાઈનલની 2 ટીમો નક્કી થઈ ગઈ છે. આ ટીમ બીજી કોઈ નહિ સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની ટીમ છે. આ બંન્ને ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાશે. આ પહેલી હશે જ્યારે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી શકી નથી. ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મળેલી હારથી ભારે પડી છે. તો ચાલો જાણીએ કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ કયારે અને ક્યાં રમાશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ માટે 9 ટીમો વચ્ચે અનેક સીરિઝ રમાઈ હતી. ત્યારબાદ ટોપ પર રહેલી 2 ટીમે ફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. સાઉથ આફ્રિકાની ટીમે પહેલા જ ફાઈનલમાં સ્થાન બનાવી લીધું હતુ. હવે ઓસ્ટ્રેલિયાની ટીમે ભારત વિરુદ્ધ રમાયેલી સિડની ટેસ્ટમાં 6 વિકેટથી જીતી ફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ 11 જૂનના રોજ લંડનના લોર્ડસમાં રમાશે. ઓસ્ટ્રેલિયાની ટીમે સતત બીજી વખત ફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. ટીમ ઈન્ડિયાએ વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૩માં ફાઈનલ રમી હતી. આ પહેલી વખત હશે જ્યારે ટીમ ઈન્ડિયા ઉ્ઝ્રની ફાઈનલ રમશે નહિ.