ગ્લોબલ વોર્મિંગના કારણે ધરતી પર રહેવાની બાબત હવે દિન પ્રતિદિન વધુને વધુ મુશ્કેલ બની રહી છે. હાલમાં જ સેન ફ્રાન્સિસ્કોમાં જળવાયુ મામલે અતિ મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. જેમાં તમામ પાસા પર ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં એવો સંદેશ આપવામાં આવ્યો હતો કે ગ્લોબલ વોર્મિંગના કારણે ધરતી પર રહેવાની બાબત વધુને વધુ મુશ્કેલરૂપ બની રહી છે. પરંતુ અમને આ બાબતની પૂર્ણ માહિતી છે કે આ સમસ્યાનો ઉકેલ કઇ રીતે લાવવામાં આવે. આ બેઠકમાં મેયર, ગવર્નરો, ઉગ્યોગ જગત સાથે જોડાયેલો લોકો, સીઇઓ, રોકાણકારો, લીડરો અને અન્ય જુદી જુદી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. અમેરિકા તરફથી આમાં ઉપસ્થિત રહેલા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અલગોરે કહ્યુ હતુ કે અમે આકાશને ખુલ્લા સીવર તરીકે બનાવી રહ્યા છીએ. જે એક ખુબ અયોગ્ય બાબત છે. આ ખરાબ માનસિકતાનો સંકેત આપે છે.
તેમણે કહ્યુ હતુ કે માનવી દ્વારા ૧૧ કરોડ ટન ઉષ્મા યુક્ત પ્રદુષણ દરરોજ વાતાવરણમાં છોડી દેવામાં આવે છે. તેમણે પ્રશ્ન કરતા કહ્યુ હતુ કે શુ અમે બદલીશુ ? વૈશ્વિક જળવાયુ શિખર સમ્મેલન આ સંબંધમાં જ છે. ત્રણ દિવસ સુધી આમાં જુદા જુદા પાસા પર ગંભીરતાથી ચર્ચા ચાલી હતી. હજારો પ્રતિનિધીઓ આમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમના અભિપ્રાય પણ ઉપયોગી રહ્યા હતા.
દુનિયાના દેશો ગ્લોબલ વોર્મિંગને લઇને એક સુરમાં વાત તો કરી રહ્યા છે પરંતુ તેની અસરને ઘટાડી દેવા માટે તમામ દેશો પોતાની મજબુત ઇચ્છાશક્તિ દર્શાવી રહ્યા નથી. આજ કારણ છે કે આજે સ્થિતી વધુને વધુ ખતરનાક બની રહી છે. જેથી કેટલાક નિષ્ણાંતો તો એમ પણ કહેવા લાગી ગયા છે કે ધરતી પર રહેવાની બાબત હવે વધુને વધુ મુશ્કેલરૂપ બની રહી છે.