ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગરની મુર્તિ કોલકત્તામાં જે લોકોએ તોડી પાડી છે તે લોકોએ ચોક્કસપણે એક જઘન્ય અપરાધ કર્યો છે. ૨૬મી સપ્ટેમ્બર ૧૮૨૦માં જન્મેલા અને ૨૯મી જુલાઇ ૧૮૯૧ સુધી જીવેલા ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગર તેમની મુર્તિઓ તોડવાથી ધરાશાયી થનાર નથી. તેમની કામગીરીને કોઇ ક્યારેય ભુલી શકે તેમ નથી. બાગ્લાભાષી સમાજ, શિક્ષણવિદો અને સામાન્ય લોકોમાં વિદ્યાસાગરની જે નિર્મલ છાપ ઉભી થઇ હતી તે ક્યારેય દુર થઇ શકે તેમ નથી. તેને કોઇ માટીમાં કરી શકે તેમ નથી. બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન હિંસા વેળા તેમની પ્રતિમાને પણ તોડી પાડવામાં આવી હતી.
જો કે માત્ર મુર્તિઓ તોડી પાડવાથી કોઇના કાર્યો અને આદર્શોને ધરાશાયી કરી શકાય તેમ નથી. છતાં આ હિંસા અને સ્પર્ધા કઇ રીતે આવે છે તે બાબત કોઇને સમજાતી નથી. વિદ્યાસાગરનુ કામ એટલુ વિપુલ છે કે તે સમાજની પેઢીઓમાં લોહીની જેમ છે. તેમના પ્રભાવને એક મુર્તિ તોડીને ખતમ કરી શકાય તેમ નથી. વિદ્યાસાગર બંગાળના સૌથી આદર્શ સમાજ સુધારક તરીકે છે. કોલકત્તામાં ગયા મંગળવારના દિવસે ચૂંટણી હિંસામાં તેમની પ્રતિમાને તોડી પાડવામાં આવ્યા બાદ રાજકીય ભુકંપની સ્થિતી સર્જાઇ ગઇ હતી. ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગરે આ દાખલો પણ બેસાડ્યો હતો કે જો માનવીની ઇચ્છાશક્તિ પ્રબળ છે તો તે લાખ મુશ્કેલને પાર પાડી શકે છે. તેના હિત માનવ હિતમાં જોવા જાએ. પેઢી દર પેઢી તેમની છાપ એવી કિશોર તરીકે રહી છેજે વ્યક્તિએ કોલકત્તાની શેરીમાં બેસી બેસીને શિક્ષણ મેળવ્યુ હતુ. શેરીઓની લાઇટ નીચે બેસીને અભ્યાસ કરતા હતા. કારણ કે તેમની પાસે અને તેમના પરિવારની પાસે એટલા સાધન ન હતા. ભણવા માટે રોશનની વ્યવસ્થા કરી શકે તેટલા સાધન પણ તેમની પાસે ન હતા.
જે વ્યક્તિએ આટલી મુશ્કેલીમાં રહીને શિક્ષણ મેળવ્યુ હતુ તે વ્યક્તિ અન્યો માટે પણ દાખલારૂપ બને તે સ્વાભાવિક છે. ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગર વિદ્યાના રસ્તાને બીજા માટે પણ ખોલી રહ્યા હતા. બાંગ્લાના અક્ષરજ્ઞાન માટે આગળ ચાલીને આ જ કિશોરે વર્ણ પરિચયની રચના કરી હતી. જેના માધ્યમથી આજે પણ બાંગલા શિખનાર શિશુ માટે આદર્શ ગણવામાં આવે છે. ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગર પશ્ચિમી મિદનાપુરમાં વીરસિંહ ગામમાં જન્મ્યા હતા. પિતાનુ નામ ઠાકુરદાસ અને માતાનુ નામ ભાગવતી દેવી હતુ. નવ વર્ષની વયમાં તેઓ કોલકત્તા પહોંચીગયા હતા જ્યાં પિતા બડાબજાર વિસ્તારમાં રહેતા હતા. તેમની અભ્યાસની પ્રવૃતિ કોલકત્તાના સંસ્કૃત કોલેજમાં થઇ હતી. કેટલીક સ્કોલરશીપ મેળવીને વિદ્યાસાગરે સસ્કૃત વ્યાકરણ, સાહિત્ય અલંકાર, વેદાંત જેવા વિષયમાં અભ્યાસ કરીને વિદ્યાસાગરે કેટલાક વિષયમાં ઉંડો અભ્યાસ કર્યો હતો. તેમને વિદ્યાસાગરની ઉપાધી આપવામાં આવી હતી. વર્ષ ૧૮૩૯માં વિદ્યાસાગરે કાનુનની પરીક્ષા પણ પાસ કરી હતી. વર્ષ ૧૮૪૧માં ૨૧ વર્ષની વયમાં તેઓ સસ્કૃત વિભાગના પ્રમુખ પ્રોફેસર બની ગયા હતા. એ સમય સમાજમાં કેટલાક સુધારાવાદી આંદોલન ચાલી રહ્યા હતા.
બ્રહ્ય સમાજની અનેક હસ્તીઓ પણ એ વખતે સક્રિય હતી. વિધવા વિવાહ થવા જાઇએ તેના માટે વિદ્યાસાગરે લડત ચલાવી હતી. બાલ લગ્નને રોકવા માટે પણ કામ કર્યુ હતુ. શિક્ષણ ચાલે બાજુ ફેલાય તેના માટે તેમનુ યોગદાન અમુલ્ય રહ્યુ છે. વિદ્યાસાગરના નામ પર વિદ્યાસાગર કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં તેમની મુર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. મિદનાપુરમાં તેમના નામ પર એક યુનિવર્સિટી પણ બની હતી. અન્ય અનેક શેક્ષણિક સંસ્થાઓ તેમના નામ પર સ્થાપિત કરવામાં આવી છે. વિદ્યાસાગર અમારી વચ્ચે નથી પરંતુ તેમના પ્રભાવને એક મુર્તિ તોડીને ખતમ કરી શકાય નહીં. તેમની છાપ એટલી પ્રબળ છે કે તેમના પર કોઇ ધુળ લાગી શકે તેમ નથી. શિક્ષણ જગતમાં તેમના યોગદાનને કોઇ ભુલી શકે તેમ નથી. સાથે સાથે સમાજમાં જુદા જુદા દુષણને રોકવા માટે તેમને ઉલ્લેખનીય કામ કર્યા હતા.