મુંબઇ : આઇપીએલ-૧૨માં આવતીકાલે મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે મેચ રમાનાર છે. મેચને લઇને દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઇની ટીમ ઘરઆંગણે વધારે જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. આ ટીમ આવતીકાલની મેચમાં હોટફેવરીટ તરીકે મેદાનમાં ઉતરનાર છે. ટીમમાં અનેક એવા ખેલાડીઓ છે જેમની પાસેથી ધરખમ દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. મુંબઇની ટીમ અનેક વખત જોરદાર દેખાવ કરી ચુકી છે. કેપ્ટન રોહિત શર્માએ પોતે કહ્યુ છે કે તે તમામ મેચોમાં ઓપનિંગ કરનાર છે. આનો અર્થ એ થયો કે હરિફ પર શરૂઆતથી જ દબાણ લાવવામાં આવનાર છે. લીગ તબક્કાની શરૂઆત થયા બાદ હવે કુલ ૫૬ મેચો રમાનાર છે.
લીગ મેચો આવતીકાલે શરૂ થયા બાદ પાંચમી મે સુધી ચાલનાર છે.ત્યારબાદ ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. ઇન્ડિયન પ્રિમિયર લીગને આઇપીએલ તરીકે પણ ગણવામાં આવે છે. બીસીસીઆઇ દ્વારા પણ કહેવામાં આવ્યુ છે કે સ્પર્ધાની શરૂઆત ૨૩મી માર્ચથી થનાર છે. આ વખતે લોકસભા ચૂંટણી પણ થઇ રહી છે જેથી કાર્યક્રમને લઇને પહેલા ભારે દુવિધા હતી. એક વખતે સામાન્ય ચૂંટણી હોવાના કારણે દેશની બહાર પણ આઇપીએલના આયોજનને લઇને વિચારણા કરવામાં આવી હતી.જો કે આખરે ભારતમાં આઇપીએલનુ આયોજન કરવાનો નિર્ણય કરવામા આવતા ચાહકો ખુશ દેખાયા હતા. મુંબઇના વાનખેડે ખાતે રમાનાર મેચને લઇને મોટી સંખ્યામાં ચાહકો મેચ જાવા માટે પહોંચે તેવી શક્યતા છે. બંને ટીમો નીચે મુજબ છે.
દિલ્હી કેપિટલ : ખાન, અયપ્પરા, બેઇન્સ, બોલ્ટ, ધવન, ઇન્ગ્રામ, અય્યર, લમિછાને, મનજાત કાલરા, મિશ્રા, મોરિસ, મુનરો, પંત, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, પૌલ, રબાડા, રુધરફોર્ડ, સક્સેના, ઇશાંત, શો, નાથુસિંઘ, ટેવટિયા, વિહાર, જયંત યાદવ
મુંબઇ ઇન્ડિયન્સ : રોહિત શર્મા (કેપ્ટન), બેહારડોર્ફ, બુમરાહ, રાહુલ ચહર, બેન કટિંગ, ડીકોક, ઇશાન કિશન, પંકજ જેશવાલ, સિદ્ધેશ લાડ, ઇવિન લુઇસ, લાસિથ માલિંગા, એડમ મિલાઇન, હાર્દિક પંડયા, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડાયા, અંકુર રોય, બરિન્દર શરણ, આદિત્ય તારે, જયંત યાદવ, સુર્યકુમાર, યુવરાજ